Not Set/ ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગે બોર્ડર પર તણાવ બાદ સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યુ, તો શું હવે…

વિશ્વમાં કોરોના ફેલાવનાર ચીન હવે એક અલગ જ તૈયારી કરી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. વૈશ્વિક રોગચાળા વચ્ચે, ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે ચીનનાં સુરક્ષા દળોને સૈન્ય તાલીમ મજબૂત કરવા અને યુદ્ધ માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. સ્થાનિક સરકારી મીડિયાએ તેમને ટાંકતા કહ્યુ, “રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને દેશની સમગ્ર સામરિક સ્થિરતાનો સંપૂર્ણ બચાવ કરવા […]

World
bb7a2b5fef3e1fcec4bf2f3dfb8ea988 ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગે બોર્ડર પર તણાવ બાદ સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યુ, તો શું હવે...

વિશ્વમાં કોરોના ફેલાવનાર ચીન હવે એક અલગ જ તૈયારી કરી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. વૈશ્વિક રોગચાળા વચ્ચે, ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે ચીનનાં સુરક્ષા દળોને સૈન્ય તાલીમ મજબૂત કરવા અને યુદ્ધ માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. સ્થાનિક સરકારી મીડિયાએ તેમને ટાંકતા કહ્યુ, રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને દેશની સમગ્ર સામરિક સ્થિરતાનો સંપૂર્ણ બચાવ કરવા માટે, સૈનિકોની તાલીમને વિસ્તૃત રીતે મજબૂત કરવી અને યુદ્ધની તૈયારી કરવી મહત્વપૂર્ણ હતી.”

ભારત સાથે ચીનનું તણાવ સતત વધી રહ્યું છે. 5 મે નાં રોજ લદ્દાખમાં બંને દેશોનાં સૈનિકો વચ્ચેનાં ઝઘડા પછી, બંને દેશોએ વાસ્તવિક નિયંત્રણ રેખાની સરહદે સંવેદનશીલ વિસ્તારોમાં તેમની સેનાને વધારી દીધી છે. નિષ્ણાતો માને છે કે આ તણાવ લાંબા સમય સુધી ખેંચાઇ શકે છે. જોકે, ચીનની ભારત સાથે 3,488 કિલોમીટરની લાંબી વિવાદિત સરહદ છે અને બંને દેશોની સેના વચ્ચે જુદા જુદા ભાગોમાં વિવાદ ચાલી રહ્યો છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે વધુમાં કહ્યું કે, કોવિડ-19 સામેની લડતમાં ચીનનાં પ્રદર્શનથી લશ્કરી સુધારાની સફળતા પ્રતિબિંબિત થાય છે અને સશસ્ત્ર દળોએ રોગચાળો હોવા છતાં તાલીમ માટે નવા વિકલ્પો શોધવાનું રહેશે. ચીનનાં શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશનનાં અધ્યક્ષ એવા શી જિનપિંગે આ ટિપ્પણી નેશનલ પીપુલ્સ કોંગ્રેસનાં વાર્ષિક સત્રથી પીપુલ્સ લિબરેશન આર્મી અને પીપુલ્સ સશસ્ત્ર પોલીસ દળની પ્રતિનિધિ મંડળની બેઠક દરમિયાન આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.