Not Set/ છોટાઉદેપુરનાં સુખીડેમનાં બે ગેટ ખોલાતા ભારજ નદી બે કાંઠે

છોટાઉદેપુરનાં સુખીડેમમાં પાણીની ભારે આવક નોંઘવામાં આવી રહી છે. જી હા, છોટાઉદેપુરનાં સુખીડેમમાં પાણીની ભારે આવકનાં કારણે ડેમની સપાટી હાલ 147.40 મીટરે પહોંચી ગઇ છે. ડેમની સપાટીમાં વધારો થતાં ડેમનાં બે ગેટ 00.30 સેમી ખોલાયા છે. રૂલ લેવલ 147.23 જાળવી રાખવા બે ગેટ ખોલાયા હોવાની વિગતો વિદિત છે, ત્યારે ડેમનાં દરવાજા ખોલતા 2041 ક્યુસેક પાણી છોડાયુ ભારજ નદી બે કાંઠે […]

Gujarat Others
2b1cd31b03e0be3d40c3bea7d05f6a6b છોટાઉદેપુરનાં સુખીડેમનાં બે ગેટ ખોલાતા ભારજ નદી બે કાંઠે

છોટાઉદેપુરનાં સુખીડેમમાં પાણીની ભારે આવક નોંઘવામાં આવી રહી છે. જી હા, છોટાઉદેપુરનાં સુખીડેમમાં પાણીની ભારે આવકનાં કારણે ડેમની સપાટી હાલ 147.40 મીટરે પહોંચી ગઇ છે. ડેમની સપાટીમાં વધારો થતાં ડેમનાં બે ગેટ 00.30 સેમી ખોલાયા છે. રૂલ લેવલ 147.23 જાળવી રાખવા બે ગેટ ખોલાયા હોવાની વિગતો વિદિત છે, ત્યારે ડેમનાં દરવાજા ખોલતા 2041 ક્યુસેક પાણી છોડાયુ ભારજ નદી બે કાંઠે વહેતી નજરમાં આવી રહી છે. જો કે, ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાં અવિરત રીતે વધી રહેલી જળ સપાટીને કારણે ડેમનાં વધુ દરવાજા પણ ખોલવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. નદીમાં પાણીનો ભારે પ્રવાહ ચાલી રહ્યો હોવાનાં પગલે તંત્ર દ્વારા નદીનાં પટમાં ન જવા અને નદીના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews