જમ્મુ-કાશ્મીર,
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષાદળએ ૩ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ આતંકવાદીઓ ઘુસપેઠ કરવાની કોશિશ કરી રહ્યા હતાં.
આ કાર્યવાહી જમ્મુ- કાશ્મીરના માછિલ સેક્ટરમાં કરવામાં આવી. મળતી માહિતી મુજબ માછિલ સેક્ટરના જંગલોમાં હજુપણ 6-7 આતંકવાદીઓ છુપાયેલા છે. હાલ જવાનોને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે.
આ પહેલા ગત મંગળવારની રાતે જમ્મૂ-કાશ્મીરમાં બાંદીપોરામાં સેનાનાં કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં બે જવાન ઘાયલ થયા છે આ હુમલો હાજિમમાં તૈનાત 13 રાષ્ટ્રીય રાઇફલ્સની એક કંપની પરકરવામાં આવ્યો હતો.
આ કેમ્પની પાસે જ હાજિન પોલીસ સ્ટેશન પણ છે. આતંકીઓએ કેમ્પ પર બે તરફથી ફાયરિંગ કર્યું હતું આ હુમલામાં 4-5 આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો હતો.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે ફ્રન્ટ ગેટથી ત્રણ હુમલાખોર આવ્યા હતા અને પાછળના દરવાજાથી બે આતંકીઓ આવ્યા હતા. આતંકીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યું અને ત્યાર બાદ બેરલ ગ્રેનેડ લોન્ચરનો ઉપયોગ કર્યો અને ફાયરિંગ પણ કર્યું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહીમાં બંન્ને તરફતી ફાયરિંગ શરૂ થયું હતું. પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતાં.
