Not Set/ જમ્મૂ કાશ્મીરના શોપિયામાં સેનાએ 2 આતંકીઓને કર્યા ઠાર

જમ્મૂ કાશ્મીરના શોપિયામાં સેનાને મોટી સફળતા મળી છે.શોપિયામાં આતંકીઓ સાથે સર્જાયેલી અથડામણમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.જ્યારે એક આતંકીએ જાતે જ સરેન્ડર કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.શોપિયાના બારબગમાં આ અથડામણ સર્જાઈ હતી.આતંકીઓ છુપાયા હોવાની માહિતી આઈબી તરફથી મળ્યા બાદ સુરક્ષાદળના જવાનોએ શનિવારે રાત્રે બારબગ પહોંચી ગયા હતા અને આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન […]

India
INDIAN ARMY PTI જમ્મૂ કાશ્મીરના શોપિયામાં સેનાએ 2 આતંકીઓને કર્યા ઠાર

જમ્મૂ કાશ્મીરના શોપિયામાં સેનાને મોટી સફળતા મળી છે.શોપિયામાં આતંકીઓ સાથે સર્જાયેલી અથડામણમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.જ્યારે એક આતંકીએ જાતે જ સરેન્ડર કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.શોપિયાના બારબગમાં આ અથડામણ સર્જાઈ હતી.આતંકીઓ છુપાયા હોવાની માહિતી આઈબી તરફથી મળ્યા બાદ સુરક્ષાદળના જવાનોએ શનિવારે રાત્રે બારબગ પહોંચી ગયા હતા અને આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.સુરક્ષા દળને 4 આતંકીઓ છુપાયાની માહિતી મળી હતી.સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારધારી આતંકીઓ સાથે અથડામણ સર્જાઈ.જેમાં હિજબુલ મુજાહિદ્દીનનના આતંકી તારિક સહિત 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.જ્યારે હિજબુલના આદિલ નામના અન્ય એક આતંકીની ધરપકડ કરી છે.જેણે સામેથી જ સેના સામે સરેન્ડર કરી દીધું હતું