Delhi/ ટૂલકિટ કેસમાં શાંતનુને રાહત, આ તારીખ સુધી નહિ થઇ શકે ધરપકડ

ટૂલકિટ કેસમાં શાંતનુને રાહત, આ તારીખ સુધી નહિ થઇ શકે ધરપકડ

India
બગોદરા 15 ટૂલકિટ કેસમાં શાંતનુને રાહત, આ તારીખ સુધી નહિ થઇ શકે ધરપકડ

ખેડૂત આંદોલનને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે ટૂલકીટ બનાવીને ટ્વિટર પર દંગલ મચાવવન આરોપી શાંતનુ મુલુકની આગોતરા જામીન પરની સુનાવણી દરમિયાન પોતાનો જવાબ ફાઇલ કરવા દિલ્હી પોલીસે ગુરુવારે વધુ સમય માંગ્યો હતો.
આના પર કોર્ટે કેસની આગામી સુનાવણી 9 માર્ચ સુધી મુલતવી રાખી હતી અને દિલ્હી પોલીસને ત્યાં સુધી શાંતાનુ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો. આ રીતે, શાંતનુ 9 માર્ચ સુધી તેની ધરપકડથી રાહત મેળવશે.

 કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર શેર કરેલા ટૂલકિટ કેસના સહ આરોપી શાંતનુ મુલુકની આગોતરા જામીન અરજી પર પોલીસનો જવાબ માંગ્યો હતો.

એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણા સમક્ષ આગોતરા જામીન અરજીની સુનાવણી પહેલાં સરકારી વકીલ ઇરફાન અહેમદને સુનાવણી મુલતવી રાખવા અને ફીજીકલ સુનાવણી કરવા વિનંતી કરવામાં આવી હતી. આ સિવાય તેમણે કહ્યું હતું કે સુનાવણી ફક્ત એવા અધિકારીઓની હાજરીમાં થવી જોઈએ કે જેઓ આજે ઉપલબ્ધ નથી.

તે જ સમયે, વકીલ સરીમ નાવેદે, શાંતનુ તરફેણ કરીને કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈ હાઈકોર્ટે શાંતનુને 10 દિવસ માટે આગોતરા જામીન આપી દીધા છે, જે 26 ફેબ્રુઆરી 2021 સુધી લાગુ છે. તેમણે કહ્યું કે આ પછી દિલ્હી પોલીસ તેના અસીલ શાંતનુની ધરપકડ કરી શકે છે. આ કિસ્સામાં, જામીન પર ટૂંક સમયમાં સુનાવણી થવી જોઈએ.

કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી અને ગુરુવારે જ ફરિયાદીને પોતાનો કેસ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. અન્ય સહ આરોપી નિકિતા જેકબ સાથે ટૂલકિટ એફઆઈઆર સાથે જોડાયેલા મામલે શાંતનુ સોમવારથી તપાસમાં સામેલ છે. આ કેસમાં આરોપી દિશા રવિને સોમવારે કોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો.