Not Set/ જલ્લીકટ્ટુને વટહૂકમ દ્વારા મંજૂરી, ઓ.પનીરસેલ્વમ રવિવારે કરાશે ઉદ્ધઘાટન

નવી દિલ્હીઃ જલ્લીકટ્ટુને વટહૂકમ દ્વારા મજૂંરી મળી ગઇ છે. કેન્દ્ર સરકારે તમિલનાડુની પરંપરાગત રમત જલ્લીકટ્ટુ રમતને વટહૂકમ બહાર પાડીને મંજૂરી આપી હતી.  વટહૂકમને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઇ છે. તમિલનાડુના મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ રવિવારે જલ્લીકટ્ટુનો પ્રારંભ કરાવશે. જલ્લીકટ્ટુને સુપ્રિમ કોર્ટે 2014 માં રોક લગાવી હતી. ત્યારથી જલ્લીકટ્ટુની પરંપરાગત રમત બંધ હતી. જલ્લીકટ્ટુના સમર્થનમાં તમિલનાડુમાં લોકો રસ્તા […]

Uncategorized

નવી દિલ્હીઃ જલ્લીકટ્ટુને વટહૂકમ દ્વારા મજૂંરી મળી ગઇ છે. કેન્દ્ર સરકારે તમિલનાડુની પરંપરાગત રમત જલ્લીકટ્ટુ રમતને વટહૂકમ બહાર પાડીને મંજૂરી આપી હતી.  વટહૂકમને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઇ છે. તમિલનાડુના મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ રવિવારે જલ્લીકટ્ટુનો પ્રારંભ કરાવશે.

જલ્લીકટ્ટુને સુપ્રિમ કોર્ટે 2014 માં રોક લગાવી હતી. ત્યારથી જલ્લીકટ્ટુની પરંપરાગત રમત બંધ હતી. જલ્લીકટ્ટુના સમર્થનમાં તમિલનાડુમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેથી તમિલનાડુના સીએમ તાબડતોબ દિલ્હી દોડી આવ્યા હતા અને પીએમ નરેન્દ્ર મોદીને વટહૂકમ બહાર પડવા જણાવ્યું હતું.

જેમા સરકારે દરમિયાનગીરી કરવાનું કહ્યું હતું. જલ્લીકટ્ટુના  સમર્થનમાં તમિલનાડુમાં સ્ટાર્સથી લઇને વિરોધ પક્ષો રસ્તા પર ઉતરી આવ્યા હતા.