Not Set/ જાણીતા પત્રકાર વિનોદ વર્માની બ્લેકમેઈલિંગ અને ખંડણી વસૂલીના કેસમાં કરાઈ ધરપકડ

જાણીતા પત્રકાર વિનોદ વર્માની છત્તીસગઢ પોલીસે તેમના ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તાર ખાતેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે.વર્માની બ્લેકમેઈલિંગ અને ખંડણી વસૂલીના કેસમાં ધરપકડ કરાઈ છે. હાલ તેમને ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં છે.વિનોદ વર્મા વિરુદ્ધ છત્તીસગઢના પંડરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 384 અને 506 હેઠળ કેસ નોંધાયેલો છે. જેના આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે. તેમના પર […]

Uncategorized
vinod verma જાણીતા પત્રકાર વિનોદ વર્માની બ્લેકમેઈલિંગ અને ખંડણી વસૂલીના કેસમાં કરાઈ ધરપકડ

જાણીતા પત્રકાર વિનોદ વર્માની છત્તીસગઢ પોલીસે તેમના ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તાર ખાતેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે.વર્માની બ્લેકમેઈલિંગ અને ખંડણી વસૂલીના કેસમાં ધરપકડ કરાઈ છે. હાલ તેમને ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં છે.વિનોદ વર્મા વિરુદ્ધ છત્તીસગઢના પંડરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 384 અને 506 હેઠળ કેસ નોંધાયેલો છે. જેના આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે. તેમના પર એક સ્થાનિક નેતાને બ્લેકમેઈલ અને ગેરકાયદેસર વસૂલી કરવાનો આરોપ છે. પોલીસને વર્માના ઘરેથી લગભગ 500 સીડી મળી છે જેને જપ્ત કરાઈ છે. આ ઉપરાંત પોલીસે બે લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે.