Not Set/ જાણો આ વ્યક્તિને જે ૨૫ વર્ષથી વૃક્ષોના પાંદડા ખાઈને જીવે છે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેનાર એક વ્યક્તિ ખૂબ જ ગરીબીના કારણે છેલ્લા ૫૮ વર્ષથી વૃક્ષોના પાંદડા અને ડાળીઓ ખાઈને જીવન ગુજારી રહ્યા છે. ધ ન્યુઝ આંતરરાષ્ટ્રીયની રિપોર્ટ અનુસાર, ગુજરાનવાલા જીલ્લાના મેહમુદ બટ્ટની પાસે કોઈ કામ નહોતું અને તેમની પાસે જીવન ચલાવવા માટે પૈસા નહોતા, એટલા માટે તેમણે જીવતા રહેવા માટે પાંદડા ખાવાનું શરૂ કર્યું હતું. આશ્ચર્યની […]

Uncategorized
news10 1 જાણો આ વ્યક્તિને જે ૨૫ વર્ષથી વૃક્ષોના પાંદડા ખાઈને જીવે છે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેનાર એક વ્યક્તિ ખૂબ જ ગરીબીના કારણે છેલ્લા ૫૮ વર્ષથી વૃક્ષોના પાંદડા અને ડાળીઓ ખાઈને જીવન ગુજારી રહ્યા છે. ધ ન્યુઝ આંતરરાષ્ટ્રીયની રિપોર્ટ અનુસાર, ગુજરાનવાલા જીલ્લાના મેહમુદ બટ્ટની પાસે કોઈ કામ નહોતું અને તેમની પાસે જીવન ચલાવવા માટે પૈસા નહોતા, એટલા માટે તેમણે જીવતા રહેવા માટે પાંદડા ખાવાનું શરૂ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, તે આટલા વર્ષોથી પાંદડા ખાઈને જીવી રહ્યા છે તેમ છતાં તેઓ ક્યારેય પણ બીમાર પડ્યા નથી.

બટ્ટે જણાવ્યું છે કે, “મારો પરિવાર અત્યંત ગરીબ છે. મારા માટે ખાવાનું ભેગું કરવું ખુબ જ મુશ્કેલ હતું, એટલા માટે મે વિચાર્યું કે, રસ્તા પર ભીખ માંગવા કરતા પાંદડા અને ડાળીઓ ખાઈને જીવનનું ગુજરાન કરું.” ઘણા વર્ષો બાદ તેમને હવે કામ મળ્યું છે અને આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ છે છતાં પણ તે હાજી સુધી પાંદડા અને ડાળિઓ જ ખાય છે. બટ્ટ જણાવે છે કે, “લાકડા અને પાંદડા ખાવા હવે મારી આદત બની ગઈ છે.”