Not Set/ જાણો, નેક્લેસની જેમ પહેરી શકાતા આ વિયરેબલ કેમેરા વિષે

પોઈન્ટ એન્ડ શૂટ અને DSLR કેમેરા વિશે તો તમે બધા જાણતા જ હશો. પરંતુ શું તમે ક્યારેય વિયરેબલ કેમેરા વિશે સાંભળ્યું છે? આ એક એવો કેમેરા હોય છે, જેને તમે પહેરી શકો છો. યુબીક્યુટી લેબ્સે એવો જ કેમેરો બનાવ્યો છે, જેને પેન્ડેટ એટલે કે નેક્લેસની જેમ જ પહેરી શકાય છે. તેનું નામ Frontrow છે. તેની […]

Tech & Auto

પોઈન્ટ એન્ડ શૂટ અને DSLR કેમેરા વિશે તો તમે બધા જાણતા જ હશો. પરંતુ શું તમે ક્યારેય વિયરેબલ કેમેરા વિશે સાંભળ્યું છે? આ એક એવો કેમેરા હોય છે, જેને તમે પહેરી શકો છો. યુબીક્યુટી લેબ્સે એવો જ કેમેરો બનાવ્યો છે, જેને પેન્ડેટ એટલે કે નેક્લેસની જેમ જ પહેરી શકાય છે. તેનું નામ Frontrow છે. તેની કિંમત ૪૦૦ ડોલર એટલે કે, આશરે ૨૫,૭૩૦ રૂપિયા છે.

આ કેમેરામાં ૨ ઇંચનું રાઉન્ડ એલસીડી ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ૨ કેમેરા આપવામાં આવ્યા છે. પહેલો કેમેરો ૮ મેગાપિક્સેલનો છે, જે સામેની તરફ આપવામાં આવ્યો છે. તેમજ બીજો કેમેરા ૫ મેગાપિક્સેલનો છે, જે બેકસાઈડ આપવામાં આવ્યો છે. આ કેમેરાથી ૧૦૮૦ પિક્સેલનો વિડીયો શૂટ કરી શકાય છે.

આ કેમેરાથી ફોટોસ તેમજ વિડીયો કેપ્ચર કરી શકાય છે. સાથે જ ફેસબુક, ટ્વીટર અથવા યૂટ્યૂબ પર વાઈ-ફાઈ/બ્લૂટૂથ દ્વારા લાઈવસ્ટ્રીમીંગ પણ કરી શકાય છે.