Not Set/ જાવેદ અખ્તરે કર્યુ ટ્વીટ, દેશ કોરોના સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણું ગૃહ મંત્રાલય…

દેશભરમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 લાખ 45 હજાર થઈ ગઈ છે. દરમિયાન લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જાવેદ અખ્તરે આ મામલે ટવીટ કર્યું છે, જેમાં તેમણે ગૃહ મંત્રાલયને પણ નિશાન બનાવ્યું છે. જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, જ્યારે દેશ કોરોના અને તેનાથી સંબંધિત […]

Uncategorized
ce20b77ad1fae124f928d42ef39b2ca2 જાવેદ અખ્તરે કર્યુ ટ્વીટ, દેશ કોરોના સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણું ગૃહ મંત્રાલય...

દેશભરમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 લાખ 45 હજાર થઈ ગઈ છે. દરમિયાન લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જાવેદ અખ્તરે આ મામલે ટવીટ કર્યું છે, જેમાં તેમણે ગૃહ મંત્રાલયને પણ નિશાન બનાવ્યું છે.

જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, જ્યારે દેશ કોરોના અને તેનાથી સંબંધિત અન્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે ગૃહ મંત્રાલય સીએએ વિરુદ્ધ વિરોધ કરનારાઓની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. જાવેદ અખ્તરનાં આ ટ્વિટને ઘણી હેડલાઇન્સ મળી રહી છે, સાથે જ ચાહકો પણ તેમની આ ટ્વીટ પર જોરદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “એક તરફ રાષ્ટ્ર કોરોના અને તેના કારણે થતી અન્ય સમસ્યાઓ જેવા કે પરપ્રાંતિય સ્થળાંતર, બેરોજગારી અને ભૂખમરોથી ઝઝૂમી રહ્યુ છે. આપણુ ગૃહ મંત્રાલય દરરોજ તેમની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. જેમણે સીએએ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમની પ્રાથમિકતાઓ બાકીનાં ભારત કરતા સંપૂર્ણપણે અલગ છે.” આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં બે વિદ્યાર્થીઓને દિલ્હીનાં જાફરાબાદ વિસ્તારમાં એન્ટી સીએએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમના સિવાય છેલ્લા એક મહિનામાં સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ઘણા કાર્યકરો અને વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.