Not Set/ મહારાષ્ટ્ર/ બોલો, આ મહાશય પહેરે છે, સોનાનું માસ્ક, અને પણ પુરા પાંચ તોલા ઉપર

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાને પોતાના બાનમાં લીધું છે. ત્યારે દરેક વ્યક્તિ તેનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરી રહ્યો છે. કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ સૌથી મોટા બચાવના સંશાધન સાબિત થયા છે. માર્કેટમાં હાલ અલગ અલગ પ્રકારના માસ્ક મળી રહે છે. ત્યારે મહારાષ્ટ્રના પુના શહેરમાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં રહેતા શંકર કુરાડ નામના શખ્સે તેમના […]

Uncategorized
8ba476cbfba5995f4f1bf36f784341c0 મહારાષ્ટ્ર/ બોલો, આ મહાશય પહેરે છે, સોનાનું માસ્ક, અને પણ પુરા પાંચ તોલા ઉપર
8ba476cbfba5995f4f1bf36f784341c0 મહારાષ્ટ્ર/ બોલો, આ મહાશય પહેરે છે, સોનાનું માસ્ક, અને પણ પુરા પાંચ તોલા ઉપર

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાને પોતાના બાનમાં લીધું છે. ત્યારે દરેક વ્યક્તિ તેનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરી રહ્યો છે. કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ સૌથી મોટા બચાવના સંશાધન સાબિત થયા છે. માર્કેટમાં હાલ અલગ અલગ પ્રકારના માસ્ક મળી રહે છે. ત્યારે મહારાષ્ટ્રના પુના શહેરમાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં રહેતા શંકર કુરાડ નામના શખ્સે તેમના માટે 2 લાખ 89 હજારની કિંમતનું સોનાનું માસ્ક બનાવ્યું છે.

માસ્ક એકદમ પાતળુ બનાવામાં આવ્યું છે. જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય. શંકર કુરાડને પહેલાથીજ સોનું પહેરવાનો શોખ છે. અને તે તેમના શરીર પર ત્રણ કીલો જેટલું સોનું પહેરે છે.સોનાના માસ્ક વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે ટીવીમાં જોયું હતું કે કોલ્હાપુરમાં એક શખ્સે ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે. જેથી તેમને સોનાનું માસ્ક બનાવવાનો વિચાર આવ્યો અને ત્રણ સપ્તાહમાં તેમણે સોની પાસે માસ્ક બનાવડાવ્યું અને હવે તેઓ તેમના પરિવારના દરેક સભ્ય માટે સોનાનું માસ્ક બનાવડાવશે તેવું તેમણે જણાવ્યું હતું.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 6 લાખ 49 હજારને પાર થઈ છે. તો શુક્રવારે દેશમાં 22 હજાર 721 જેટલા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 18 હજાર 669 જેટલા લોકોના મોત કોરોનાથી થયા.  મહારાષ્ટ્રમાં 1 લાખ 93 હજાર જેટલા કેસ નોંધાયા છે. તો 8 હજાર 376 જેટલા લોકોના મોત નીપજ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોનાના કેસ એક લાખને પાર થયા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. દિલ્હીમાં  94 હજાર 695 જેટલા કેસ નોંધાયા છે.  દેશના અન્ય રાજ્ય જેવા કે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.