Not Set/ હાથરસ/ મહિલા પર સામૂહિક દુષ્કર્મ બાદ નરાધમોએ કર્યુ એવુ જાણી તમારા પણ રૂંવાટા થઇ જશે ઉભા

  યુપીનાં હાથરસમાં ગેંગરેપ પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું છે. 19 વર્ષીય યુવતીની સાથે 14 સપ્ટેમ્બરનાં રોજ હાથરસનાં ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. આ હેવાનિયતની શિકારી બનેલી પીડિતાની પીઠનો ભાગ તૂટી ગયો હતો. તેની જીભ પણ નરાધમોએ કાપી દીધી હતી. પીડિતા છેલ્લા બે અઠવાડિયાથી અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ […]

Uncategorized
17eee628d4e4cb105d4e390ddeb15c25 1 હાથરસ/ મહિલા પર સામૂહિક દુષ્કર્મ બાદ નરાધમોએ કર્યુ એવુ જાણી તમારા પણ રૂંવાટા થઇ જશે ઉભા
 

યુપીનાં હાથરસમાં ગેંગરેપ પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું છે. 19 વર્ષીય યુવતીની સાથે 14 સપ્ટેમ્બરનાં રોજ હાથરસનાં ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. આ હેવાનિયતની શિકારી બનેલી પીડિતાની પીઠનો ભાગ તૂટી ગયો હતો. તેની જીભ પણ નરાધમોએ કાપી દીધી હતી. પીડિતા છેલ્લા બે અઠવાડિયાથી અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ હતી. જ્યા હાલતમાં કોઈ સુધારો ન થયા બાદ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જો કે શરૂઆતમાં અહી પોલીસની કાર્યવાહી અંગે પણ સવાલ ઉઠ્યા હતા. ચોથા આરોપીની શનિવારે જ પોલીસે ધરપકડ કરી છે. શનિવારે કોતવાલી ઇન્ચાર્જને પણ હાજર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ 19 સપ્ટેમ્બરે પીડિતાનાં નિવેદનને લઇને કાર્યવાહક સીઓ સાદાબાદ મહિલા કોન્સ્ટેબલો સાથે અલીગઢનાં જેએન મેડિકલ કોલેજ ગયા તો યુવતીની હાલત કોઇ ખાસ ઠીક નહોતી. પીડિતા હાવ ભાવનામાં ફક્ત પોતાના પર થયેલા હુમલા અને ગેરવર્તણૂક તઇ હોવાની વાત જ કહી શકી હતી.

આ હુમલાની સાથે, 20 સપ્ટેમ્બરનાં રોજ, ગેરવર્તણૂકની ધારા વધારવામાં આવી હતી. વર્તમાન સી.ઓ. સાદાબાદ કેસમાં, 21 સપ્ટેમ્બરનાં રોજ, જ્યારે પરિવાર નિવેદન નોંધવા માટે પહોંચ્યું હતું, ત્યારે પરિવારે કહ્યું હતું કે પુત્રીની હાલત સારી નથી. સીઓ 22 સપ્ટેમ્બરે ફરી મહિલા કોન્સ્ટેબલ સાથે પહોંચી હતી અને પીડિતાનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે પોતાની સાથે જે બન્યુ હતુ તે હાવભાવ દ્વારા જણાવ્યું હતું. આ પછી સુનાવણીમાં સામૂહિક દુષ્કર્મની કલમોમાં વધારો કરી ચારેય આરોપીઓને જેલ મોકલી દેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.