Not Set/ જુના ઘરેણાં વેચવા પર ૩ ટકા GST લાગુ થશે.

જુના ઘરેણાં અથવા સોનું વગેરે વેચવા પર કમાણી થયેલ રકમ પર ૩ ટકા જીએસટી લાગુ થશે. મહેસૂલ સચિવ અઢિયાએ આ જાણકારી આપતા કહ્યું છે કે, જો જુના ઘરેણાં વેચીને તે પૈસાથી નવા ઘરેણાં ખરીદવામાં આવે છે તો જીએસટીમાંથી ૩ ટકા ટેક્સ ઘટાડવામાં આવશે.દેશમાં ૧ જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવ્યું છે, તેમાં સોનાની ખરીદ-વેચાણ પર ૩ ટકા […]

Uncategorized

જુના ઘરેણાં અથવા સોનું વગેરે વેચવા પર કમાણી થયેલ રકમ પર ૩ ટકા જીએસટી લાગુ થશે. મહેસૂલ સચિવ અઢિયાએ આ જાણકારી આપતા કહ્યું છે કે, જો જુના ઘરેણાં વેચીને તે પૈસાથી નવા ઘરેણાં ખરીદવામાં આવે છે તો જીએસટીમાંથી ૩ ટકા ટેક્સ ઘટાડવામાં આવશે.દેશમાં ૧ જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવ્યું છે, તેમાં સોનાની ખરીદ-વેચાણ પર ૩ ટકા જીએસટી લગાવવામાં આવ્યું છે, જ્યારે જોબ વર્ક પર ૫ ટકાનાં દરથી જીએસટી લાગુ થશે. તે સિવાય દેશની કરોડો મહિલાઓ માટે જરૂરી છે ખબર છે, જુના ઘરેણા વેચવાથી લઈને તેને રીપેર કરાવવા પણ જીએસટી ની અસરથી તે મોંઘુ પડશે. જોકે, હવે જીએસટી લાગુ થયા બાદ હવે જ્વેલર તમને રિવર્સ ચાર્જ હેઠળ ૩ ટકા જીએસટી લેશે એટલે કે, ૧ લાખનાં ઘરેણા પર ૩ હજાર જીએસટી લાગશે. પરંતુ જો જુના ઘરેણાનાં બદલે નવા ઘરેણા લે છે તો ટેક્સ પરત મળશે. જ્યારે જુના ઘરેણાંનાં રીપેરકામ પર ૫ ટકા જીએસટી ચૂકવવાનું રહેશે.