Not Set/ જૂનાગઢઃ અકસ્માતમાં 1 વર્ષની બાળકી સાથે માતા પુત્રના પણ મોત, બોલેરો ચાલક ફરાર

જુનાગઢઃ વથલી માર્ગ ઉપર ગુરુવારની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં માતા સાથે બે માસૂમ બાળકોના મોત થયાહતા. ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢથી ચાર કિમી દૂર વિશ્વ કર્મા સોસાયટી નજીક ગુરુવારે 9 વાગ્યે બોલેરો કારના ચાલકે માતા અને બે બાળકોને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મતા સાથે 1 વર્ષની માહી અને 6 વર્ષના […]

Uncategorized
8258 1 જૂનાગઢઃ અકસ્માતમાં 1 વર્ષની બાળકી સાથે માતા પુત્રના પણ મોત, બોલેરો ચાલક ફરાર

જુનાગઢઃ વથલી માર્ગ ઉપર ગુરુવારની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં માતા સાથે બે માસૂમ બાળકોના મોત થયાહતા. ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢથી ચાર કિમી દૂર વિશ્વ કર્મા સોસાયટી નજીક ગુરુવારે 9 વાગ્યે બોલેરો કારના ચાલકે માતા અને બે બાળકોને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મતા સાથે 1 વર્ષની માહી અને 6 વર્ષના પુત્ર શ્રીદેવનું મોત થયુ હતું. માતા બાળકોના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા નિમુબેન રાજાભાઈ ડોકલ પોતાના પુત્ર શ્રીદેવ અને પુત્રી માહીને લઇ ઘરે આવવા માટે રિક્ષામાંથી ઉતર્યા હતા તેની  ભત્રીજી ઉષાબેન રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી તે દરમિયાન નિમુબેન પોતાના પુત્ર અને પુત્રીને સાથે રાખી રોડ ક્રોશ કરવા જાય તે પહેલા પુરપાટ ઝડપે આવેલી બોલેરો જીપના ચાલકે માતા-પુત્ર અને પુત્રીને હડફેટે લઇ ગંભીર ઇજા કરી હતી. મોત નિપજાવ્યું હતું.

બોલેરો જીપની હડફેટે આવેલા નિમુબેન અને તેના પુત્ર શ્રીદેવ તથા પુત્રી માહીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ત્રણેયના મૃતદેહ હૉસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા જ્યા મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા જોકે મૃતક મહિલાના પતિ કોઈ ગુન્હામાં જેલમાં હોવાનું બહાર આવ્યું હતું જોકે પોલીસે આ ઘટનામાં નાશી છૂટેલા બોલેરો જીપના ચાલકની શોધખોળ શરુ કરી છે બીજીબાજુ આ ઘટનાની જાણ મૃતકના પતિને નથી પરંતુ પોલીસ દ્વારા આ અંગે જેલ સત્તાવાળાઓને જાણ કરવામાં આવે તેવી શક્યતા છે