Not Set/ જૂનાગઢ મહાનગરને મળશે ભૂગર્ભ ગટર યોજના, CM એ 320 કરોડનાં કામોને આપી મંજૂરી

નવાબી કાળની કમાનવાળી ગટર વ્યવસ્થાથી હવે જૂનાગઢ થશે મૂકત કુદરતી વ્હેળામાં હાલ વહી જતા ગટરના ગંદા પાણીથી ફેલાતું પૂદૂષણ અટકશે  આગામી ૩૦ વર્ષની વસ્તી સંખ્યાને ધ્યાને રાખી કરાશે ભૂગર્ભ ગટર વ્યવસ્થા યોજનાનું આયોજન  હવે જૂનાગઢમાં પણ રાજ્યના અન્ય મહાનગરોની જેમ ભૂગર્ભ ગટર યોજના  આનંદો…જૂનાગઢ મહાનગરને ભૂગર્ભ ગટર યોજના મળશે. જી હા, મુખ્યમંત્રીએ ૩ર૦ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી […]

Gujarat Others
  • નવાબી કાળની કમાનવાળી ગટર વ્યવસ્થાથી હવે જૂનાગઢ થશે મૂકત
  • કુદરતી વ્હેળામાં હાલ વહી જતા ગટરના ગંદા પાણીથી ફેલાતું પૂદૂષણ અટકશે 
  • આગામી ૩૦ વર્ષની વસ્તી સંખ્યાને ધ્યાને રાખી કરાશે ભૂગર્ભ ગટર વ્યવસ્થા યોજનાનું આયોજન 
  • હવે જૂનાગઢમાં પણ રાજ્યના અન્ય મહાનગરોની જેમ ભૂગર્ભ ગટર યોજના 

આનંદો…જૂનાગઢ મહાનગરને ભૂગર્ભ ગટર યોજના મળશે. જી હા, મુખ્યમંત્રીએ ૩ર૦ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. જૂનાગઢ મહાનગરના નાગરિકોની લાંબા સમયની જરૂરિયાત સંવેદનાપૂર્વક મુખ્યમંત્રીએ પૂર્ણ કરી છે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ૩૧૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાપાલિકાને આ ૩૧૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની જનતા જનાર્દનની ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ યોજના મંજૂર કરીને આપ્યો છે. જૂનાગઢ શહેરમાં અત્યાર સુધી નવાબી શાસન વખતની કમાનવાળી ગટર વ્યવસ્થા હતી. જૂનાગઢ મહાનગરમાં નવા ભળેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાને અભાવે ઘરો-આવાસોમાં વપરાયેલું ગંદુ પાણી કોઇ જ ટ્રિટમેન્ટ વગર ડાળવા, ઝાંઝરડા, ટીંબાવાડી જેવા કુદરતી વ્હેળાઓમાં ઠલવાતું તેના પરિણામે જમીનનું પ્રદૂષણ ફેલાઇ રહ્યું હતું. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની આ સમસ્યાના સુચારૂ હલ રૂપે ખાસ કિસ્સામાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત ૩૧૯ કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે ફાળવ્યા છે. હવે, જૂનાગઢ મહાનગરમાં ૮ ઝોનમાં ૩ એસ.ટી.પી અને ૮ પમ્પીંગ સ્ટેશન સહિતની ૧૧૦.૪૭ કિ.મી.ની લંબાઇની મુખ્ય પાઇપ લાઇન આ યોજના અન્વયે નાખવામાં આવશે. જૂનાગઢ મહાનગરની આગામી ૩૦ વર્ષની વસ્તીની સંખ્યા ધ્યાને લઇને આ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તૈયાર થવાની છે. 

મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી જૂનાગઢની આ ભૂગર્ભ ગટર યોજના તથા STP ના કામો પૂર્ણ થવાથી સાડા ત્રણ લાખથી વધુ લોકોની આરોગ્ય સુખાકારી જળવાશે. એટલું જ નહિ, કુદરતી વ્હેળામાં હાલ વહેતા ગંદા પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. રાજ્યમાં અન્ય ૮ મહાનગરોની જેમ જ જૂનાગઢમાં પણ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તથા STP સુવિધાનો શહેરીજનોને લાભ મળશે અને શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews