Not Set/ જેટ એરવેજ મામલોઃ પાઇલોટ સૂતો હોવાને લીધે ATC સાથે સંપર્ક ના થઇ શક્યો

નવી દિલ્હીઃ મુંબઇથી લંડન જઇ રહેલા જેટ અરવેજના વિમાનને જર્મનીના યુદ્ધ વિમાન દ્વારા ઘેરવામાં આવેલા મામલે એક નવો ખુલાસો થયો છે. સામે આવેલી માહિતી મુજબ વિમાનના બે પાયલોટમાંથી એક પાયલોટ સુઇ રહ્યો હતો, તેમજ બીજા પાયલોટ પાસે ખોટી ફ્રિક્વવેન્સી હોવાને લીધે અવાજ ના પહોંચી શક્યો.જેના લીધે પાયલોટ કઇ સાંભળી ના શક્યો. આ કારણને લીધે તે એટીસી […]

Uncategorized
જેટ એરવેજ મામલોઃ પાઇલોટ સૂતો હોવાને લીધે ATC સાથે સંપર્ક ના થઇ શક્યો

નવી દિલ્હીઃ મુંબઇથી લંડન જઇ રહેલા જેટ અરવેજના વિમાનને જર્મનીના યુદ્ધ વિમાન દ્વારા ઘેરવામાં આવેલા મામલે એક નવો ખુલાસો થયો છે. સામે આવેલી માહિતી મુજબ વિમાનના બે પાયલોટમાંથી એક પાયલોટ સુઇ રહ્યો હતો, તેમજ બીજા પાયલોટ પાસે ખોટી ફ્રિક્વવેન્સી હોવાને લીધે અવાજ ના પહોંચી શક્યો.જેના લીધે પાયલોટ કઇ સાંભળી ના શક્યો. આ કારણને લીધે તે એટીસી સાથે સિદ્ધો સંપર્ક ના કરી શક્યો.

ઉલ્લેખનીય છે કે, જર્મનીના વિમાન ક્ષેત્રમા આ વિમાનનો સંપર્ક એર ટ્રાફિક કંટ્રોલથી તુટી ગયો હતો. ત્યાર બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્મનીએ પોતાના યુદ્ધ વિમાનને રવાના કર્યા હતા. આ ઘટના ગુરુવારની છે. જેટ એરવેજના આ વિમાનમાં 300 કરતા વધારે લોકો સવાર હતા.

એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કર્યા બાદ સુરક્ષાને જોતા જેટ એરવેજ આ બોઇંગ 777 વિમાનની સુરક્ષા માટે પોતાની બે યુદ્ધ વિમાનોને મોકલ્યા હતા. જો કે, બાદમાં વિમાનની સુરક્ષિત લેન્ડિંગ થઇ હતી.