ગુજરાતમાં હવે ત્રીજા મોરચા તરીકે આપને જોવામાં આવી રહ્યો છે. ત્યારે લોકો પણ આશા જાગી છે કે, અરવિંદ કેજરીવાલ ની ઝાડુનો જે જાદુ દિલ્હીમાં ચાલ્યો છે. તેવો જ જાદુ ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય ના વિકાસમાં જોવા મળે. અને ધીરે ધીરે ગુજરાતમાં આપ પોતાનું નેટવર્ક વધારી હરી છે. અને આમ જનતા પણ આપને સ્રો સહયોગ આપી રહી છે.
આજે તારીખ 30-06-2020 ના રોજ ગાંધીનગર જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે કલોલ તાલુકા ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં કલોલ તાલુકા પ્રમુખ તરીકે કમલેશભાઈ દેસાઈ, તાલુકા યુવા પ્રમુખ તરીકે માલજીભાઇ રબારી, શહેર પ્રમુખ તરીકે પ્રદિપકુમાર કોઠારી તેમજ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઇરસાદ અહેમદ રફિકભાઈ મેમણ ને ગાંધીનગર જિલ્લા પ્રમુખ ગુણવંતભાઈ પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા યુવા પ્રમુખ રાજેન્દ્રભાઈ બારોટ ના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા.
તો ગાંઘીનગર જીલ્લાના દહેગામ તાલુકા તેમજ શહેર માં નિમણૂંક પત્ર આપી હીરેનકુમાર ભૂપેન્દ્રકુમાર સોની (દહેગામ શહેર પ્રમુખ) કૌશિકકુમાર જયંતિભાઇ પટેલ(સાંપા ગામ કારોબારી પ્રમુખ)યોગેશકુમાર જયંતિભાઇ વાળંદ (સાંપા ગામ કારોબારી ઉપ.પ્રમુખ) અજીતસિંહ ભારતસિંહ ઝાલા (જીવાજીની મુવાડી ગામ કારોબારી કિશાન સેલ પ્રમુખ) ની નિમણૂંક કરવામાં આવી.
આ કાર્યક્રમમાં દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટ, દહેગામ શહેર ઉપ.પ્રમુખ હિરાભાઇ અજમેરા, દહેગામ તાલુકા યુવા પ્રમુખ હિરેનકુમાર બારોટ,દહેગામ તાલુકા એસ સી .એસ ટી.સેલ પ્રમુખ ભૂપેન્દ્રકુમાર સોલંકી,રતનસિંહ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
