Not Set/ દિલ્હી/ જામા મસ્જિદના ઈમામના PROનું કોરોનાથી નિધન

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કેટલાક દિવસોથી રાજધાની 1000થી પણ વધુ કેસ આવી રહ્યા છે, ત્યારે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારીના પીઆરઓનું કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યું છે. મંગળવાર રાત્રે બુખારીના પીઆરઓ અમાનતુલ્લાહ કોરોના સામેનું યુદ્ધ હારી ગયા હતા.  આપને  જનાવી દઈએ કે, ગત સપ્તાહે શાહી ઇમામ સૈયદ અહેમદ […]

Uncategorized

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કેટલાક દિવસોથી રાજધાની 1000થી પણ વધુ કેસ આવી રહ્યા છે, ત્યારે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારીના પીઆરઓનું કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યું છે. મંગળવાર રાત્રે બુખારીના પીઆરઓ અમાનતુલ્લાહ કોરોના સામેનું યુદ્ધ હારી ગયા હતા. 

આપને  જનાવી દઈએ કે, ગત સપ્તાહે શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીના પીઆરઓને અમાનતુલ્લાની અંદર કોરોના વાયરસના સંકેતો મળી આવ્યા હતા. આ પછી અમાનતુલ્લાહને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ તેઓ કોરોનાને હરાવી શક્યા નહીં અને મંગળવારે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, જામા મસ્જિદ સાથે સંકળાયેલા કર્મચારીનું મોત ચિંતાનો વિષય છે, કારણ કે સરકારના આદેશ બાદ પણ જામા મસ્જિદ પણ 8 મી જૂનથી ખુલી ગઈ છે જ્યાં લોકો નમાઝ અદા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યાં આખી દિલ્હી કોરોના વાયરસની ગંભીર હાલતમાં પહોંચી ગઈ છે, ત્યાં દિલ્હીના સૌથી મોટા ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલ કોરોનાનો આ કેસ ખૂબ જ ચિંતાજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….