Not Set/ ટાઈગર શ્રોફે થ્રોબેક વિડીયો શેર કરી દિશા પાટનીને કર્યું બર્થ-ડે વિશ, જુઓ

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફે તેની ગર્લફ્રેન્ડ દિશા પાટનીને ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. દિશા પાટની શનિવારે તેનો 28 મો જન્મદિવસ મનાવી રહી છે. ટાઇગરે દિશાનો થ્રોબેક વિડીયો શેર કર્યો છે તેના વીડિયોમાં દિશા એક અંગ્રેજી ગીત પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. થોડી જ મિનિટોમાં આ વિડીયોને 4 લાખથી લોકોએ લાઈક અને શેર […]

Uncategorized
98457553ab716a64d8cf09e793fd7531 ટાઈગર શ્રોફે થ્રોબેક વિડીયો શેર કરી દિશા પાટનીને કર્યું બર્થ-ડે વિશ, જુઓ

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફે તેની ગર્લફ્રેન્ડ દિશા પાટનીને ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. દિશા પાટની શનિવારે તેનો 28 મો જન્મદિવસ મનાવી રહી છે. ટાઇગરે દિશાનો થ્રોબેક વિડીયો શેર કર્યો છે તેના વીડિયોમાં દિશા એક અંગ્રેજી ગીત પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. થોડી જ મિનિટોમાં આ વિડીયોને 4 લાખથી લોકોએ લાઈક અને શેર કર્યો છે.

વિડીયોના કેપ્શનમાં ટાઇગરે લખ્યું કે, “3 વોફલ્સ અને 3 પેન કેક પછી મળશે. હેપ્પી બર્થડે રોકસ્ટાર.” ટાઇગરે કેપ્શનની સામે હાસ્યજનક ઇમોજી અને હાર્ટ ઇમોજી પણ બનાવ્યાં છે. ચાહકોએ ટિપ્પણી બોક્સમાં પ્રતિસાદ આપ્યો છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, “તમે બંને બોલીવુડના પ્રિય કપલ છો.” અન્ય તમામ ચાહકો દિશાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ટાઇગર શ્રોફ અને દિશા પાટની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે બંનેએ ક્યારેય તેમની લવ સ્ટોરીની સત્તાવાર જાહેરાત કરી નથી. તે બંને સિલ્વર સ્ક્રીન પર એક બીજા સાથે જોવા મળ્યા છે. રીઅલ લાઈફમાં પણ દિશા અને ટાઇગર ઘણીવાર એક બીજા સાથે જોવા મળે છે.

બાગી 3 માં જોયા મળ્યા હતા સાથે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર શ્રોફ છેલ્લે બાગી 3 ફિલ્મમાં કામ કરતા જોવા મળ્યો હતો. જો કે ક્રિટીક્સ દ્વારા આ ફિલ્મની પ્રશંસા થઈ ન હતી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઠીક ઠાક બિઝનેશ કરવામાં સફળ રહી હતી. દિશા પાટની બાગી 3 માં એક ગીતમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં ફિલ્મ રાધેમાં  સલમાન ખાનની સાથે જોવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….