Not Set/ ટેક્સાસના કેમિકલ પ્લાન્ટમાં બે બ્લાસ્ટ થતા મચી અફરાતફરી

અમેરિકાના ટેક્સાસમાં એક કેમિકલ પ્લાન્ટમાં બે બ્લાસ્ટ થયા હતા. આ કેમિકલ પ્લાન્ટ હાર્વે સાઈક્લોનની ઝપટમાં આવી ગયો હતો અને તેમાં પાણી ભરાઇ જતાં બ્લાસ્ટ થયા હતા.અહીં ૪૦ કરતાં વધુનાં મોત થયાં છે અને ૧૭ લોકો લાપતા હોવાનું જણાવાય છે. હાર્વે કેટેગરી-૪નો હરિકેન છે, જે ગત સપ્તાહે કોર્પસક્રિસ્તીમાં ટકરાયું હતું. હ્યુસ્ટનના સ્થાનિક ઇમર્જન્સી અધિકારીઓએ જણાવ્યું હતું […]

World
download 1 ટેક્સાસના કેમિકલ પ્લાન્ટમાં બે બ્લાસ્ટ થતા મચી અફરાતફરી

અમેરિકાના ટેક્સાસમાં એક કેમિકલ પ્લાન્ટમાં બે બ્લાસ્ટ થયા હતા. આ કેમિકલ પ્લાન્ટ હાર્વે સાઈક્લોનની ઝપટમાં આવી ગયો હતો અને તેમાં પાણી ભરાઇ જતાં બ્લાસ્ટ થયા હતા.અહીં ૪૦ કરતાં વધુનાં મોત થયાં છે અને ૧૭ લોકો લાપતા હોવાનું જણાવાય છે. હાર્વે કેટેગરી-૪નો હરિકેન છે, જે ગત સપ્તાહે કોર્પસક્રિસ્તીમાં ટકરાયું હતું.

હ્યુસ્ટનના સ્થાનિક ઇમર્જન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લાન્ટ આસપાસનો ત્રણ કિ.મી.નો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. હાર્વે તોફાન બાદ આવેલા પૂરના કારણે તેની ઇમર્જન્સી પાવર બેકઅપ સિસ્ટમ ખોરવાઇ ગઇ છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર અનરાધાર વરસાદથી હજુ પણ સ્થિતિ વણસી શકે છે. સૌથી વધુ ખતરો પોર્ટ એર્થર શહેર પર ઝઝુંબી રહ્યો છે, કારણ કે ભારે વરસાદ બાદ પાણી બ્લૂમોનથી પોર્ટ એર્થર તરફ આવી શકે છે.