Not Set/ ટ્રંપે CNN અને BBC જેવા સંસ્થાનોને પ્રેસ કૉન્ફરન્સમાં ના આપ્યો પ્રવેશ

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સરકારે શુક્રવારે ઘણા પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાનોને પ્રેસ કૉન્ફરન્સમાં પ્રવેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.  ટ્રંપના પ્રેસ સચિવ શૉન સ્પાઇસરે વગર કારણે બીબીસી, સીએનએન,ન્યૂયોર્ક ટાઇમ્સ અને અન્ય સંસ્થાનોને પ્રેસ કૉંન્ફરન્સમાં પ્રવેશતા અટકાવ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રંપના એક નિવેદન બાદ મીડિયા સંસ્થાનોના પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેવા પર રોક લાવી દીધી છે. આ […]

Uncategorized
phpThumb generated thumbnail 2 ટ્રંપે CNN અને BBC જેવા સંસ્થાનોને પ્રેસ કૉન્ફરન્સમાં ના આપ્યો પ્રવેશ

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સરકારે શુક્રવારે ઘણા પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાનોને પ્રેસ કૉન્ફરન્સમાં પ્રવેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.  ટ્રંપના પ્રેસ સચિવ શૉન સ્પાઇસરે વગર કારણે બીબીસી, સીએનએન,ન્યૂયોર્ક ટાઇમ્સ અને અન્ય સંસ્થાનોને પ્રેસ કૉંન્ફરન્સમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રંપના એક નિવેદન બાદ મીડિયા સંસ્થાનોના પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેવા પર રોક લાવી દીધી છે. આ પ્રતિબંધ પહેલા પોતાના એક ભાષણમાં ટ્રંપે ફેક ન્યૂઝને જનતાનો દુશ્મન ગણાવ્યા હતા. પ્રેસ સચિવે પોલિકિટો,ધી લૉસ એન્જલ્સ ટાઇમ્સ અને બજફીડ સાથે બીજી અન્ય સંસ્થાનોના પ્રત્રકારોના પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેવા પર પ્રતિબંધ મુકી દિધો છે.

ટ્રં આ પહેલા ખુલીને સીએનએન અને ન્યૂયોર્ક ટાઇમ્સની આલોચના કરી ચુક્યા છે.

ટ્રંપના પ્રેસ સચિવ સ્પાઇસરના કાર્યાલયથી અમુક મીડિયા સંસ્થાનોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેમા એબીસી, ફૉક્સ ન્યૂઝ, બ્રિટબાર્ટ, રોયટર્સ અને વૉશિંગ્ટન પોસ્ટનો સમાવેશ થાય છે. સીએનએન પર પ્રતિબંધ મુકવામાં આવતા પોલિટિકો અને ડેલી મેલ પણ પ્રેસ કૉન્ફરન્સની બહાર આવી ગયા હતા.