International/ ટ્રમ્પથી બિલકૂલ વિપરિત રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું છે કે અમેરિકાના હિતની વાત હશે તો અમે ચીન સાથે પણ કામ કરવા તૈયાર છીએ |ફ્રાન્સમાં પરિસ્થિતિ હજુપણ સંપૂર્ણ કાબુમાં નથી, જો કે ફ્રેન્ચ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં સરકારનો નવું લોકડાઉન નાખવાની કોઈ યોજના નથી | ફાઈઝર અને એસ્ટ્રાઝેનેકાની રસીને મિક્સ કરીને બ્રિટિશ રિસર્ચર એક નવી શોધ કરી રહ્યાં છે, તેમણે બંનેના મિક્સઅપથી નવા 4 હજાર જેટલાં વેરિએન્ટ પર કેવુંક પરિણામ આવે છે તે જાણવું છે । વુહાનની લેબમાંથી જ વાયરસ નીકળ્યો હતો કે કેમ તે શોધી રહેલી WHOની ટીમના સદસ્યો હવે ચામાચીડિયાની ગુફામાં જઈને શોધ કરવાની યોજના બનાવી રહ્યાં છે | ઈટાલીમાં છેલ્લાં 24 કલાકમાં 421 નાગરિકોના મોત, આ સાથે જ ઈટાલીમાં કુલ મૃત્યુઆંક હવે 90 હજારને પાર, આ આંકડાને પાર કરનારો ઈટાલી વિશ્વનો છઠ્ઠો દેશ | યુકેમાં છેલ્લાં 24 કલાકમાં 915 નાગરિકોના મોત, આ સાથે જ યુકેમાં હવે કુલ મૃત્યુઆંક 1.10 લાખને પાર | 39 લાખથી વધુ કુલ કેસ જ્યાં નોંધાયા છે તે રશિયામાં છેલ્લાં 24 કલાકમાં વધુ 500 નાગરિકોના મોત થતા કુલ મૃત્યુઆંક હવે 75 હજારને પાર | મ્યાનમારની સત્તાવાહક આંગ સ્યુ કીની ધરપકડ કરી લેવાયા બાદ હવે યુએનના સિક્યોરિટી કાઉન્સિલે મ્યાનમારના સૈન્યને તેમને મુક્ત કરી દેવા કહ્યું, મ્યાનમારમાં હાલમાં સૈન્ય શાસન છે

Breaking News