Not Set/ ટ્રમ્પનાં આરોગ્યની ચિંતામાં ઘણા દિવસો સુધી ભૂખ્યો રહ્યો આ શખ્સ, આખરે થયુ મોત

  અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા બાદ તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહેલા તેલંગાનાનાં એક ખેડૂતની રવિવારે મોત થઇ ગઇ છે. જણાવી દઇએ કે, બૂસા કૃષ્ણ રાજૂ ખાધા-પીધા અને ઉંઘ લીધા વિના છેલ્લા ઘણા દિવસોથી ટ્રમ્પનાં આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા હતા. રવિવારે ઉંઘ પૂરી ન હોવાના અને ભૂખથી તડપીને તેમને હાર્ટ એટેક આવ્યો જેના […]

Uncategorized
8c7dc25ba6c9fc6a38f5f9cfce616e37 1 ટ્રમ્પનાં આરોગ્યની ચિંતામાં ઘણા દિવસો સુધી ભૂખ્યો રહ્યો આ શખ્સ, આખરે થયુ મોત
 

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા બાદ તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહેલા તેલંગાનાનાં એક ખેડૂતની રવિવારે મોત થઇ ગઇ છે. જણાવી દઇએ કે, બૂસા કૃષ્ણ રાજૂ ખાધા-પીધા અને ઉંઘ લીધા વિના છેલ્લા ઘણા દિવસોથી ટ્રમ્પનાં આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા હતા. રવિવારે ઉંઘ પૂરી ન હોવાના અને ભૂખથી તડપીને તેમને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેમની મોત થઇ ગઇ.

તેમના મિત્રોએ જણાવ્યું હતું કે, રાજુ યુએસ રાષ્ટ્રપતિનો ખૂબ મોટો પ્રશંસક છે. તેમણે ટ્રમ્પની છ ફૂટની પ્રતિમા સ્થાપિત કરી અને ગયા વર્ષે તેમની પૂજા કરી હતી. ગત સમયમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી ટ્રમ્પ ખૂબ જ મુશ્કેલીમાં હતા. એક મિત્રનાં જણાવ્યા પ્રમાણે, તેમણે અમેરિકન રાષ્ટ્રપતિનાં સ્વસ્થ માટે છેલ્લા ત્રણ-ચાર દિવસ કોઈ નિંદ્રા વિના સતત પ્રાર્થના કરી હતી. જેના કારણે તેમની તબિયત બગડી હતી અને રવિવારે બપોરે તેમનુ અવસાન થયું હતું.

ટ્રમ્પને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમને ગયા અઠવાડિયાનાં શુક્રવારથી તાવ નથી. ગુરુવારે રાત્રે, વ્હાઇટ હાઉસનાં ચિકિત્સક ડો.સીન કોનલે એ કહ્યું હતું કે ડોકટરોની ટીમ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પની કોવિડ-19 ની સારવાર પૂર્ણ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, ગયા અઠવાડિયે તે જાહેર થયું હતું કે રાષ્ટ્રપતિને ચેપ લાગ્યો છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, તે સારું ફીલ કરી રહ્યા છે અને રેલીઓ કરવા માંગે છે. તેમણે કહ્યું કે હુ સારું, ખૂબ સારું ફીલ કરુ છુ. હું તૈયાર છું, રેલીઓ કરવા માંગુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.