મુંબઇ,
બોલિવૂડના જબરદસ્ત ફિલ્મોનું નિર્દેશન કરનાર નિર્દેશન સંજય લીલા ભંસાલી આગામી ફિલ્મમાં ફરી એકવાર કરણ અર્જુનની જોડી જોવા મળી શકે છે. જોકે આ પહેલા પણ તેઓ આ કલાકારો સાથે અલગ-અલગ ફિલ્મો બનાવી ચુક્યા છે. પરંતુ આ વખતે બંને સાથે લાવાની તૈયારી કરી રહ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર સંજય લીલા ભંસાલી એક ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. જેમાં તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે દિગ્ગજ એક્ટર શાહરૂખ ખાન અને સલમાન ખાનને સાથે લઈને આવશે. આ પહેલા આ બંનેની જોડીને ફિલ્મ ‘કરણ-અર્જુન’માં જોઈ હતી. આ જોડીને દર્શકો તરફથી ખુબ જ પ્યાર અને મળ્યો હતો. મળતા અહેવાલો અનુસાર ભંસાલી ટુંક સમયમાં જ આ વિશે માહિતી શેર કરશે.
આપને જણાવી દઈએ કે ભંસાલી પહેલા પણ સલમાન ખાન સાથે ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં નિર્માતા તરીકે કામ કરી ચુક્યા છે. જ્યારે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘દેવદાસ’માં નિર્દેશન તરીકે કામ કર્યું છે. આવામાં આશા છે કે ભંસાલી સલમાન-શાહરૂખની જોડીને લઈને એકવાર ફરી ઘમાલ મચાવશે.
જો સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કામ કરવાની વાત કરવામાં આવે તો તેઓ પહેલા પણ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ફિલ્મ ‘કરણ અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ તુમ્હારે હૈ સનમ’ જેવી મુવીમાં બંને સાથે જોવા મળ્યા હતા. આ સિવાય સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’માં શાહરૂખ ખાને કેમીઓયો કર્યું હતો.