Not Set/ મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે કોરોનાને આપી મ્હાત, હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાને મ્હાત આપી છે અને તેઓને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોકટરોએ તેઓને પોતાના ઘરે અલગ રાખવા અને સાત દિવસ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સલાહ આપી છે. શિવરાજ સિંહ ચૌહાણનો ત્રીજો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 25 જુલાઈએ શિવરાજ […]

Uncategorized
885c6607ab30292e0817cedd536194d1 મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે કોરોનાને આપી મ્હાત, હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
885c6607ab30292e0817cedd536194d1 મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે કોરોનાને આપી મ્હાત, હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાને મ્હાત આપી છે અને તેઓને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોકટરોએ તેઓને પોતાના ઘરે અલગ રાખવા અને સાત દિવસ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સલાહ આપી છે.

શિવરાજ સિંહ ચૌહાણનો ત્રીજો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 25 જુલાઈએ શિવરાજ સિંહને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચિરાયુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘વડા પ્રધાન આજે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરશે. 500 વર્ષ પહેલાં શરૂ થયેલ ‘મહાયજ્ઞ’ આજે સમાપ્ત થઈ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની ઇચ્છાશક્તિ અને સંકલ્પના કારણે તેઓએ આજે ​​છેલ્લા 500 વર્ષમાં ભારતનો સૌથી મોટા નેતા બનાવી દીધા છે.