આજનો યુગ એ સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે, અને દુનિયામાં લોકો નાનામાં નાની બાબતને આ પ્લેટફોર્મ પર અપલોડ કરતા હોય છે. જેમાંથી અનેક પોસ્ટ એવી પણ હોય છે કે, મીનીટોમાં જ ટ્રેન્ડ થવા માંડતી હોય છે.
આ જ પ્રકારે ઇન્ટરનેટ પર એક ઢાબા ચલાવનારા 80 વર્ષના વયના એક વૃદ્ધનો એક વીડિયો વાયરલ થયો છે અને ત્યારબાદ જોતજોતામાં જ લોકો આ ઢાબા પર ભોજન ખાવા માટે તૂટી પડ્યા હતા.તે લોકોએ તેમના સ્ટોરેજ પર રસોઈ ભોજન કરાવ્યું છે. હકીકતમાં આ વૃદ્ધ પુરુષની તમામ લોકો મદદ કરવા માંગતા હતા અને લોકો આ કાર્ય માટે પણ અપીલ કરતા હતા.
#बाबाकाढाबा #dilliwalon #dil #dikhao. Whoever eats here, sends me pic, I shall put up a sweet message with your pics ! ♥️ #supportlocalbusiness #localvendors https://t.co/5DH73wz3SD
— Raveena Tandon (@TandonRaveena) October 8, 2020
ટ્વિટર પર સવારથી જ #બાબાકાઢાબા ટ્રંડ હો રહા છે , જેમાં બોલીવુડના કલાકારો પણ આ મુહિમનો ભાગ બની રહ્યા છે. આ સમયે અભિનેત્રી રવિના ટંડને લોકો એક ઓફર પણ અપાઈ દીધી છે કે, આ વૃદ્ધ દંપતીની દુકાન પર જઈને ભોજન કરો અને પોતાનો ફોટો તેમને મોકલે જેથી આ ફોટો રવિના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી શકે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીના માલવીય નગરના વિસ્તારના મેટ્રો સ્ટેશન પર 80 વર્ષના વૃદ્ધ દંપતી એક નાની દુકાન આવેલી છે. બંને વૃદ્ધ દંપતી આખો દિવસ મેહનત કરે છે અને રસોઈ બનાવે છે, પરંતુ કોવિડ -19ના કારણે તેમની દુકાન પર લોકો ભોજન માટે આવતા જ હતા. ત્યારબાદ આ વિડિયો બનાવનારે પૂછ્યું કે, દિવસમાં કેટલા રૂપિયા કમાવ છો, ત્યારે કાંપતા હાથથી દુકાનના ગલ્લામાંથી 10-10 રૂપિયાની ચાર નોટો કાઢે છે અને કહે છે આટલા રૂપિયા કમાઈએ છીએ. આ જોઇને એક શખ્સે આ વિડિઓ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને જોતજોતામાં વાયરલ થયો છે ને હમણાં લોકો તેમની સહાય કરવામાં મદદ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ
