સામગ્રી
250 ગ્રામ કાબુલી ચણા
250 ગ્રામ બટાકા
500 ગ્રામ પાકાં ટામેટાં
1 ટીસ્પૂન ચાની ભૂકી
4 મોટી એલચી
2 લવિંગ
મીઠું, ઘી (સ્વાદઅનુસાર)
વાટવાનો મસાલો
4 સૂકાં લાલ મરચાં,
1 ડુંગળી
2 લીલાં મરચાં, કટકો આદું
1 ઝૂડી લીલા ધાણા
3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
1 ટેબલસ્પૂન ખસખસ
મીઠું (સ્વાદઅનુસાર)
સૂકો મસાલો
5 લવિંગ, 2 કટકા તજ
4 મોટી એલચી, 4 કટકા તમાલપત્ર
1 ટેબલસ્પૂન આમચૂર
બધું ખાંડી મસાલો બનાવવો.
બનાવવાની રીત
પહેલા તો ચણાને પાણીમાં 7-8 કલાક સુધી પલાળીને રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું, ચાની પોટલી બાંધી નાંખવી અને મોટી એલચી નાંખવી. બફાય એટલે ચણા કાઢી લેવા.
એક વાસણમાં ઘી મૂકી, તેમાં લીલો મસાલો સાંતળવો. ત્યારે પછી તેમાં ટામેટાના કટકા નાંખવા.
બરાબર એકરસ થાય એટલે ચણા અને સૂકો મસાલો નાંખવો. થોડું ચણા બાફેલું પાણી નાંખવું. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવા. પરોઠા સાથે પીરસવા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
