સામગ્રી
1 કપ ઘઉંનું થૂલું
1 કપ રવો (ઝીણો)
1, 1/2 કપ દહીં
1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
1 ટીસ્પૂન ખાંડ
1/2 કપ સિંગદાણા
5 લીલાં મરચાં
2 કટકા આદુ
1 ઝૂડી લીલા ધાણા
1/2 કપ નાળિયેરનું ખમણ
મીઠું, તેલ,ચપટી સોડા, રાઈ, હિંગ, મરચું, લસણની લીલી ચટણી
બનાવવાની રીત
પહેલા તો ઘઉંનું થૂલું અને રવો મિક્સ કરી લો પછી તેમાં મીઠું, દહીં, ચપટી સોડા, બેકિંગ પાઉડર, ખાંડ અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. બરાબર ફીણી, ઢાંકણ ઢાંકી 7 કલાક ઢાંકીને રહેવા દેવું.
ત્યારબાદ સિંગદાણાને બાફી,છોલી, કાતરી કરવી. આદું અને મરચાંને વાટવાં. લીલા ધાણા સમારી, ધોઈ, કોરા કરી રાખવા.
ઢોકળાના ખીરામાં નાળિયેરનું ખમણ, સિંગદાણાની કાતરી, વાટેલાં આદુ-મરચાં અને લીલા ધાણા નાંખી, હલાવી, થાળીમાં તેલ લગાડી ખીરું પાથવું.
ત્યાર પછી ઢોકળાના સંચામાં મૂકી, વરાળથી ઢોકળા ઉતારવાં. થાલી ઠંડી પડે એટલે થાળીની આજુબાજુ ચપ્પુ ફેરવી થાળી ઉંધી પાડવી. આથી આખી થાળી ઢોકળાં નીકળશે. તેના ઉપર લીલી ચટણી લગાડી ઉપર બીજી અાખી થાળી ઢોકળાંની મૂકવી.
પછી તેલમાં રાઈ, હિંગનો વઘાર કરી ઢોકળાં ઉપર રેડી દેવો. થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી, પછી કટકા કરવા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
