Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાને રોકવામાં પૂરી રીતે નિષ્ફળ, અમેરિકામાં મોતનો આંકડો પહોંચ્યો 1 લાખ પાર

અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનાં મોત નોંધાયા છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. જો કે, આને ધ્યાનમાં લીધા વિના, દેશનાં તમામ 50 પ્રાંતોએ લોકડાઉનમાં છૂટ જાહેર કરી છે. અમેરિકન સંશોધનકારોએ ચેતવણી આપી છે કે જો વેક્સીન ન બની અને સંક્રમણ આ રીતે વધતો રહ્યો તો દેશમાં […]

World
f0cfb77d3adf2e6c2be2db38cf4184a5 ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાને રોકવામાં પૂરી રીતે નિષ્ફળ, અમેરિકામાં મોતનો આંકડો પહોંચ્યો 1 લાખ પાર

અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનાં મોત નોંધાયા છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. જો કે, આને ધ્યાનમાં લીધા વિના, દેશનાં તમામ 50 પ્રાંતોએ લોકડાઉનમાં છૂટ જાહેર કરી છે.

અમેરિકન સંશોધનકારોએ ચેતવણી આપી છે કે જો વેક્સીન ન બની અને સંક્રમણ આ રીતે વધતો રહ્યો તો દેશમાં 5 થી 6 મિલિયન લોકો આ મહામારીની ઝપટમાં આવી જશે. વળી 2024 સુધીમાં મૃત્યુનો આંકડો 14 લાખ સુધી પહોંચી શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ કહેર ન્યુ યોર્કમાં જોવા મળ્યો છે, જ્યાં દેશનાં કુલ કેસોનો 22 ટકા હિસ્સો છે, પરંતુ લગભગ 30,000 લોકોનાં મોત થયા છે. ન્યુ યોર્કમાં જ, સંયુક્ત રાષ્ટ્રની વિશ્વની મોટી કંપનીઓ અને દેશોનાં દૂતાવાસો છે. ન્યૂયોર્ક, ન્યુ જર્સી, કેલિફોર્નિયા અને ઇલિનોયસ અને મેસાચુસેટ્સ, આ પાંચ રાજ્યોમાં 55 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.