Not Set/ તમન્ના ભાટિયાનાં માતા-પિતાને થયો કોરોના, જાણો શું આવ્યો એક્ટ્રેસનો રીપોર્ટ

અભિનેત્રી તમન્ના ભાટિયાના માતા-પિતાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તમન્ના અને તેના સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. તમન્નાએ લખ્યું – મારા માતા-પિતાને વિકેન્ડથી જ કોરોના વાયરસના હળવા લક્ષણો હતા. સાવચેતી તરીકે, ઘરે હાજર બધાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો. રિપોર્ટ હમણાં જ આવ્યો છે, […]

Uncategorized
0a79064faf389c4414b12fdfd2154b29 તમન્ના ભાટિયાનાં માતા-પિતાને થયો કોરોના, જાણો શું આવ્યો એક્ટ્રેસનો રીપોર્ટ

અભિનેત્રી તમન્ના ભાટિયાના માતા-પિતાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તમન્ના અને તેના સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.

તમન્નાએ લખ્યું – મારા માતા-પિતાને વિકેન્ડથી જ કોરોના વાયરસના હળવા લક્ષણો હતા. સાવચેતી તરીકે, ઘરે હાજર બધાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો. રિપોર્ટ હમણાં જ આવ્યો છે, અને કમનસીબે મારા માતાપિતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જરૂરી અધિકારીઓ તેમની સ્થિતિ વિશે અપડેટ કરવામાં આવ્યા છે અને અમે સાવચેતી માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છીએ. પરિવારના બાકીના સભ્યો, મારો અને સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભગવાનની કૃપાથી તે બંને સ્વસ્થ થઈ રહ્યા છે. તમારી બધી પ્રાર્થનાઓ અને આશીર્વાદો તેમને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરશે.

 અમિતાભ બચ્ચન અને તેમના પરિવારને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. અમિતાભ બચ્ચન અને તેમનો પુત્ર અભિષેક લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યા પણ વાયરસનો શિકાર બની હતી. બચ્ચન પરિવારે કોરોના વાયરસ સામેની જંગ જીત મેળવી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તમન્ના ભાટિયા ટૂંક સમયમાં ‘બોલ ચૂડિયા’માં નવાઝુદ્દીન સિદ્દીકીની અપોજિટ જોવા મળશે. નવાઝુદ્દીનનો ભાઈ શમ્સ નવાબ સિદ્દીકી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. તે તેલુગુ ફિલ્મ સીટીમારમાં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન