Not Set/ બોલીવુડ સિંગર મીકા સિંહે લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા…

બોલિવૂડ સિંગર મીકા સિંહે પાછલા દિવસો પાકિસ્તાનમાં આયોજીત એક લગ્ન સમારોહમાં  પર્ફોર્મન્સ આપ્યું હતું. બસ ત્યારથી લઈને ચારેબાજુથી તેમની પર ચારે બાજુથી ફિટકાર અને ટીકાઓનો વરસાદ ચાલુ થઈ  ગયો હતો.  સોસિયલ મીડિયામાં પણ તેમના આ પરફોમ્ન્સને લઈને  ટ્રોલ કરવામાં આવ્યા હતા.  અને  આ વાત અંહી જ પૂર્ણ વિરામ ના મૂકાતા…. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશનએ […]

Uncategorized
mika બોલીવુડ સિંગર મીકા સિંહે લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા...

બોલિવૂડ સિંગર મીકા સિંહે પાછલા દિવસો પાકિસ્તાનમાં આયોજીત એક લગ્ન સમારોહમાં  પર્ફોર્મન્સ આપ્યું હતું. બસ ત્યારથી લઈને ચારેબાજુથી તેમની પર ચારે બાજુથી ફિટકાર અને ટીકાઓનો વરસાદ ચાલુ થઈ  ગયો હતો.  સોસિયલ મીડિયામાં પણ તેમના આ પરફોમ્ન્સને લઈને  ટ્રોલ કરવામાં આવ્યા હતા.  અને  આ વાત અંહી જ પૂર્ણ વિરામ ના મૂકાતા…. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશનએ પણ સિંગર મિકા સિંહની સાથે કામ કરવા પર બૅન મૂકવાની જાહેરાત કરી હતી.

nika2 બોલીવુડ સિંગર મીકા સિંહે લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા...

જોકે હવે મીકા સિંહ પરફોમ્ન્સ કરીને ભારત પરત ફરી ગયો છે.  હવે સોસિયલ મીડિયામાં મીકા સિંહ નો એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વાઘા સરહદે “ભારત માતા કી જય”ના નારા લગાવ્યા હતા. મીકાએ આ વીડિયો 15 ઓગસ્ટના રોજ ટ્વિટર પર શૅર કર્યો હતો.

આ વિડીયો પોસ્ટ કરીને મીકા સિંહે લખ્યું હતું કે, મારા પ્રેમ ભર્યા સ્વાગત માટે આપનો ખૂબ ખૂબ આભાર. સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, સાથે સાથે  આપણાં સૈનિકોને ઉદેશીને લખ્યું હતું કે, આપણાં જીવન ને સુખમય બનાવવા માટે તેઓ કોઈ પીએન તહેવાર ની ઉજવણી કરતાં નથી. જય હિન્દ.

તો સામે એક યુઝરે લખ્યું હતું કે,  હવે શું ફાયદો, પાકિસ્તાનમાં પર્ફોમ કરીને તારું કરિયર તો ગયું,  તો આની એક યુઝરે લખ્યું હતું કે, કેરિયર ડેમેજ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.