Not Set/ તુર્કીની ફર્સ્ટ લેડી સાથે આમિર ખાનની મુલાકાત બાદ દેશમાં વિરોધનો વંટોળ, VHP એ આપી સલાહ

  બોલિવૂડ એક્ટર આમિર ખાનની તુર્કીની ફર્સ્ટ લેડી સાથેની મુલાકાતથી દેશમાં આક્રોશ ફેલાઇ રહ્યો છે. સવાલ ઉભો થાય કે એવુ શું બન્યુ કે આ મુલાકાતથી દેશમાં આક્રોશ છે. દેશમાં સોમવારથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા ચાલી રહી છે, જ્યારે હવે ભાજપનાં નેતા ઉમા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) પણ આમિર ખાનની તુર્કીનાં રાષ્ટ્રપતિની પત્ની […]

Uncategorized
 

બોલિવૂડ એક્ટર આમિર ખાનની તુર્કીની ફર્સ્ટ લેડી સાથેની મુલાકાતથી દેશમાં આક્રોશ ફેલાઇ રહ્યો છે. સવાલ ઉભો થાય કે એવુ શું બન્યુ કે આ મુલાકાતથી દેશમાં આક્રોશ છે. દેશમાં સોમવારથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા ચાલી રહી છે, જ્યારે હવે ભાજપનાં નેતા ઉમા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) પણ આમિર ખાનની તુર્કીનાં રાષ્ટ્રપતિની પત્ની સાથેની મુલાકાત અંગે સવાલ ઉઠાવ્યા છે. જણાવી દઇએ કે, ભારત અને તુર્કી વચ્ચેનાં સંબંધો સારા નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકોને આમિરનું તુર્કીની પહેલી મહિલા એમીન એર્દોગનને મળવાનું પસંદ ન આવ્યુ.

વરિષ્ઠ ભાજપ નેતા ઉમા ભારતીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે આમિર ખાનને સલાહ આપતા કહ્યું કે, ‘તે શરમજનક અને દુખદ છે. તે ફિલ્મ અભિનેતા છે. મારા ફેવરિટ છે, પરંતુ દેશ આપણા માટે સૌથી પ્રિય છે. તેમને યાદ રાખવું જોઈએ કે દેશની ઓળખની બાબતમાં તમે કોઈ લિબર્ટી લઈ શકતા નથી. વીએચપીએ વિવાદોથી ઘેરાયેલા આમિર ખાન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કેટલાક અભિનેતા પોતાના આર્થિક હિતો સાધવા માટે રાષ્ટ્રીય હિતોને પરવાન ચઢાવવામાં વ્યસ્ત છે. કેટલાક જઇને પાકિસ્તાનનાં બાઝવાને ગળે મળે છે, તો અમુક તુર્કીનીં ફર્સ્ટ લેડી પાસેથી તેમનો આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચો- તેંડુલકર-ધોની-વિરાટ બાદ હવે રોહિત શર્માને મળશે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ

વીએચપીનાં રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, આ તુર્કી તે જ છે  જેણે 37૦ ને હટાવવાનો વિરોધ કર્યો હતો, રામ મંદિરનો વિરોધ કર્યો હતો, ભારતનાં આંતરરાષ્ટ્રીય મામલામાં દખલ કરવાનો આ નિરર્થક પ્રયાસ કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનો વિરોધ કર્યો હતો, શું તેમનો આશીર્વાદ જ તમારા માટે બચ્યો હતો? આમિર ખાન હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા‘ નાં શૂટિંગ માટે ભારતથી તુર્કી ગયા છે. અહીં તે ફિલ્મનાં આગલા શેડ્યૂલનું શૂટિંગ કરશે પરંતુ તે પહેલા તે વિવાદોમાં ઘેરાઇ ગયા છે. 15 ઓગસ્ટની રાત્રે, તુર્કીની ફર્સ્ટ લેડી પ્રેસિડેન્ટ રેસેપ તૈયપ એર્દોગનની પત્ની એમીન એર્દોગને ટ્વિટર પર ઘણી તસવીરો શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.