Not Set/ થોડા દિવસ પહેલા સુશાંતસિંહ રાજપુતની એક્સ મેનેજરે પણ કરી હતી આત્મહત્યા અને હવે પોતે લગાવી ફાંસી

બોલિવૂડ માટે આ વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષમાં સતત બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી શોકનાં સમાચાર સામે આવી રહી છે. તાજેતરમાં હવે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચારથી બોલિવૂડ હચમચી ઉઠ્યું છે. રવિવારે સુશાંતસિંહે મુંબઇ સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો છે. તેણે આ પગલું કેમ ભર્યું તે અંગેની માહિતી હજી ઉપલબ્ધ નથી. આપને જણાવી […]

Uncategorized
17cc8d2e130c347fe1a999b38c94b26d થોડા દિવસ પહેલા સુશાંતસિંહ રાજપુતની એક્સ મેનેજરે પણ કરી હતી આત્મહત્યા અને હવે પોતે લગાવી ફાંસી

બોલિવૂડ માટે આ વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષમાં સતત બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી શોકનાં સમાચાર સામે આવી રહી છે. તાજેતરમાં હવે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચારથી બોલિવૂડ હચમચી ઉઠ્યું છે. રવિવારે સુશાંતસિંહે મુંબઇ સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો છે. તેણે આ પગલું કેમ ભર્યું તે અંગેની માહિતી હજી ઉપલબ્ધ નથી.

આપને જણાવી દઇએ કે, પોલીસ કેસની તપાસ કરી રહી છે. આ અઠવાડિયે તેની એક્સ મેનેજર દિશા સાલિયને પણ આત્મહત્યા કરી હતી. જેના કારણે સુશાંત ખૂબ જ દુઃખી પણ થયો હતો. પોલીસનાં જણાવ્યા અનુસાર ગત સોમવારે રાત્રે દિશા મુંબઈની એક બિલ્ડિંગનાં 14 માં માળેથી કૂદી ગઈ હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તે દરમિયાન પોલીસને તેના ઘરમાંથી કોઈ સ્યુસાઇડ નોટ મળી ન હોતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. વળી આત્મહત્યાનાં કારણોની પણ શોધ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આત્મહત્યા કરતા પહેલા દિશા તેના મંગેતર સાથે બિલ્ડિંગનાં 14 માં માળે હાજર હતી. જેના કારણે પોલીસ તેના મંગેતરની પણ પૂછપરછ કરી રહી છે.

દિશા સુશાંત સિવાય તે ભારતી સિંઘ, રિયા ચક્રવર્તી અને વરૂણ શર્મા સહિત ઘણા કલાકારોની મેનેજર રહી ચૂકી છે. સુશાંતને તેમના મૃત્યુથી ભારે દુઃખ થયું હતું. દિશાનાં મૃત્યુ પછી સુશાંતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. દિશાનાં પરિવાર અને મિત્રો પ્રત્યેની મારી સંવેદના. તમારા આત્માને શાંતિ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.