Not Set/ દારૂ વેચવાની સૂચના પર દરોડા પાડવા ગયેલી પોલીસ પર ગામનાં જ લોકોએ કર્યો હુમલો

ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટ જિલ્લાનાં રૈયાપુરવા ગામે લોકડાઉન દરમિયાન ગેરકાયદેસર દારૂ વેચવાની સૂચના પર શુક્રવારે દરોડા પાડવા ગયેલા પોલીસ દળ પર ગ્રામજનોએ ઈંટ અને પત્થરથી હુમલો કરી દીધો હતો, જેમા ત્રણ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. અતિરિક્ત પોલીસ અધિક્ષક (એએસપી) બળવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘પહાડી સ્ટેશન વિસ્તારનાં ગઢીઘાટ ગામનાં મજરે રૈયાપુરવા ખાતે લોકડાઉન દરમિયાન […]

India

ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટ જિલ્લાનાં રૈયાપુરવા ગામે લોકડાઉન દરમિયાન ગેરકાયદેસર દારૂ વેચવાની સૂચના પર શુક્રવારે દરોડા પાડવા ગયેલા પોલીસ દળ પર ગ્રામજનોએ ઈંટ અને પત્થરથી હુમલો કરી દીધો હતો, જેમા ત્રણ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.

અતિરિક્ત પોલીસ અધિક્ષક (એએસપી) બળવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘પહાડી સ્ટેશન વિસ્તારનાં ગઢીઘાટ ગામનાં મજરે રૈયાપુરવા ખાતે લોકડાઉન દરમિયાન ગેરકાયદેસર દારૂનાં વેચાણ પર શુક્રવારે દરોડા પાડવા માટે ગયેલી પોલીસ પર ગામ લોકોએ ઈંટ-પથ્થરોથી હુમલો કર્યો હતો. પહાડી સ્ટેશનનાં વડા અને બે સૈનિકો તેમા ઘાયલ થયા છે.”

તેમણે જણાવ્યું હતું કે, “હુમલાની સૂચનાથી ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને છ હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે બાકીનાં હુમલાખોરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.” એએસપીએ કહ્યું કે, “ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.