Not Set/ Independence Day : PM મોદીએ સતત છઠ્ઠી વખત લાલ કિલ્લાથી લહેરાવ્યો ત્રિરંગો

દેશમાં આજે 73 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીને 72 વર્ષ વીતી ગયા છે. આ પ્રસંગે, દરેક વખતની જેમ, વડા પ્રધાન લાલ કિલ્લાથી દેશને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત છઠ્ઠી વખત દેશને સંબોધન કરશે. પીએમ મોદીનું સંબોધન સવારે સાડા સાત વાગ્યેથી શરૂ થયુ હતુ. તે પહેલા તેમણે ત્રિરંગો […]

India

દેશમાં આજે 73 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીને 72 વર્ષ વીતી ગયા છે. આ પ્રસંગે, દરેક વખતની જેમ, વડા પ્રધાન લાલ કિલ્લાથી દેશને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત છઠ્ઠી વખત દેશને સંબોધન કરશે. પીએમ મોદીનું સંબોધન સવારે સાડા સાત વાગ્યેથી શરૂ થયુ હતુ. તે પહેલા તેમણે ત્રિરંગો ફરકાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, પીએમ મોદી એવા સમયે દેશને સંબોધન કરવા જઇ રહ્યા છે જ્યારે તેમની સરકારે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો છે.

પીએમ મોદી સંબોધન :

આજે અમને ગર્વ છે કે અમાણુ રુપે કાર્ડ સિંગાપોરમાં ચાલી રહ્યું છે. આગામી સમયમાં, તે અન્ય દેશોમાં પણ કામ કરશે. આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. હવે ડિજિટલ પેમેન્ટમાં હા અને રોકડમાં ના કહેવા માટે બોર્ડ મૂકવુ જોઈએ. વેપારીઓએ આ માટે આગળ આવવું જોઈએ

આપણી સમગ્ર સૈન્ય શક્તિએ સાથે મળીને આગળ વધવું પડશે. પાણી, જમીન અને આકાશ એક સાથે આગળ વધે, કારણ કે એકનાં આગળ વધવાથી કઇ થતુ નથી. આજે હું એક મહત્વપૂર્ણ જાહેરાત કરું છું. હું ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) જાહેર કરું છું. આ ત્રણ સેવાઓને એક મહત્વપૂર્ણ પદ આપશે. લશ્કરી શક્તિઓમાં એકતાની જરૂર છે. ત્રણ સૈન્યનાં એક વડા બનશે.

સરકારની નીતિ સ્પષ્ટ છે. અમારા સુરક્ષા કર્મચારીઓ અને સુરક્ષા એજન્સીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે સંકટની ઘડીમાં આપણા સારા ભવિષ્ય માટે એક મોટું કામ કર્યું. લશ્કરી સુધારાની જરૂર છે, સરકારો અને સમિતિઓએ ઘણા પ્રયત્નો કર્યા પણ આ બાબતો સતત કહેવામાં આવી રહી છે. અમારી ત્રણ સેવાઓ વચ્ચે સંકલન છે. આપણે આધુનિકતા માટે પણ તૈયાર છીએ.

આતંકવાદે આપણા પડોશીઓને બરબાદ કરી દીધા છે. દરેક લોકો આતંકવાદ સામે લડી રહ્યા છે, પછી તે શ્રીલંકા હોય કે બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન. આપણા પાડોશી આપણો એક સારો મિત્ર અફઘાનિસ્તાન આજથી ચાર દિવસ બાદ 100 મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે હું તેમને અભિનંદન આપું છું. આતંક અને ડરનું વાતાવરણ ઉભું કરનારાઓને નાશ કરવો પડશે.

મોંઘવારીને અંકુશમાં રાખતાં અમે વિકાસ દરમાં વધારો ચાલુ રાખ્યો છે. આ સરકારે મોંઘવારીને પણ અંકુશમાં રાખ્યો હતો અને આર્થિક વિકાસ દર જાળવ્યો હતો. જીએસટી જેવો કાયદો બનાવવો એ એક નવા સ્વપ્ન બરાબર છે.

આપણા બધા દેશવાસીઓ નક્કી કરે કે આપણે દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવુ છે. આનાથી ઓછામાં ઓછા રોકાણમાં વધુ રોજગાર ઉભા થશે. ચાલો આપણે વિચારીએ કે દુનિયા આપણા દેશમાં કેવી રીતે આવી. આ માટે, વધુ સારી શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ, દરેકને પણ તેમના વતી પ્રયાસ કરવો પડશે. એવા ઘણા ક્ષેત્રો છે જે પાંચ ટ્રિલિયન અર્થતંત્રને બલ આપી શકે છે.

5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા લોકોને મુશ્કેલ લાગશે, પરંતુ જો તેઓ કામ કરશે નહીં, તો દેશ કેવી રીતે ચાલશે? આઝાદીનાં 70 વર્ષમાં, દેશ 2 ટ્રિલિયન અર્થતંત્રમાં પહોંચ્યો. 5 વર્ષમાં અમે 2 થી 3 ટ્રિલિયન અર્થતંત્ર પર પહોંચ્યા છીએ. અમે એક ઉચ્ચ લક્ષ્ય નક્કી કર્યું છે. આપણા દરેક જિલ્લામાં વિશ્વનાં એક દેશ જેટલી તાકાત છે.

આજે નાગરિકો વંદે માતરમ એક્સપ્રેસ માંગે છે, ટ્રેન નહીં. આજે, લોકો વીજળીનાં વાયર માટે પૂછતા નથી, પણ 24 કલાક વીજળી ક્યારે આવશે તે પૂછે છે. જાગૃતિ એ મહત્વાકાંક્ષી ભારત માટે સૌથી મોટી બાબત છે. સાથે મળીને આપણે દેશ વિશે વિચારીએ.

સરકારો લોકોનાં જીવનની બહાર હોવી જોઈએ. ન તો સરકારનું દબાણ હોય કે ન સરકારનો અભાવ હોય. રોજિંદા જીવનમાં સરકારની દખલ ઓછી થઈ છે. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડિયાની જરૂર છે, જેના પર અમે ભાર આપી રહ્યા છીએ. અમે તેમાં ઘણું બધું કરી શક્યા છીએ. પ્લાસ્ટિકની થેલીઓના બદલે શણની થેલીઓ ઉપયોગમાં લો, દિવાળી પર કપડાના થેલા ભેટ્માં આપો.

અમારી સરકારે સિસ્ટમોમાં બદલાવ કર્યો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. દેશને બરબાદ કરી દીધો. વ્યવસ્થાઓને ચલાવનારા લોકનાં હ્રદય અને દિમાગમાં પણ બદલાવ જરૂરી છે ત્યારે જ ઇચ્છિત પરિણામ મળશે.

દેશ માં વધતી વસ્તી એ એક મોટો પડકાર છે. વસતી વિસ્ફોટ આપણા માટે એક પડકાર છે. આવનારી પેઢીઓ માટે આ એક મોટો પડકાર છે. હું ઈચ્છું છું કે આપણા સમાજનાં બધા લોકો આ મુદ્દાને સમજે. આપણા ઘરે બાળકનાં આગમન પહેલાં, આપણે વિચારવું પડશે કે આપણે તેની જરૂરિયાતો પૂરી કરી શકીશું કે સમાજનાં વિશ્વાસે છોડીશું. આ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. આપણે વસ્તી વૃદ્ધિની ચિંતા કરવાની છે. આપણે અસ્વસ્થ સમાજ અને અભણ સમાજ છોડી શકતા નથી.

જીએસટીથી દેશને નવી દિશા મળી. દેશને ગરીબીમાંથી મુક્તિ મેળવવી પડશે. દેશને નવી ઉચાઈએ લઈ જવો પડશે. જો કે તે પહેલાં કરતા વધુ ઝડપથી, વધુ ગતિએ વ્યાપકપણે સફળ રહ્યું છે. જો ગરીબોમાં સ્વાભિમાન ઉભો થાય છે, તો તે સરકારની રાહ જોતો નથી, તે પોતાની તાકાત પર પ્રયાસ કરે છે. આપણે ગરીબોનું સપનું પૂરું કરવું છે

વન નેશન, એક ઇલેક્શન પર ચર્ચા થવી જોઈએ, આખા દેશમાં ચૂંટણીની વાત થવી જોઈએ.

આપણા દેશનાં મહાન માણસોએ તે મુશ્કેલ સમયમાં પણ દેશનાં એકીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, પરંતુ આર્ટિકલ 370 નાં કારણે કેટલાક અવરોધો આવ્યા હતા. આજે દરેક ભારતીય એક દેશ, એક બંધારણ કહે છે. અમે સરદાર સાહેબનાં એક ભારત શ્રેષ્ઠ ભારતનાં સપનાંને સાકાર કરવામાં વ્યસ્ત થયા છીએ.

કેટલાક પ્રખર રૂપથી તો કોઇ મૂક રૂપથી 35A ને હટાવવાનો ટેકો આપી રહ્યા છે. ચૂંટણીને ત્રાજવાથી તોલવાવાળા લોકો 370 ને લઇને કઇક ને કઇક કહેતા જ રહેશે. જે લોકો 370 ની તરફેણમાં સવાલ પૂછે છે કે જો આ આર્ટિકલ 370 એટલો મહત્વપૂર્ણ હતો, તો તમે તેને 70 વર્ષોથી આટલો મહત્વપૂર્ણ કેમ બનાવ્યો, અસ્થાયી કેમ બનાવ્યો? તેને કાયમી કરી દેતા. આનો અર્થ એ છે કે તમે પણ જાણતા હતા કે કરેલું કાર્ય ખોટું છે, પરંતુ તમે તેને દૂર કરવા માંગતા નથી. મારા માટે દેશનું ભવિષ્ય પ્રથમ છે અને રાજકીય ભાવિ કંઈ નથી

છેલ્લા 70 વર્ષોમાં, સરકારો અલગાવવાદને પાળી રહી હતી, ભ્રષ્ટાચારને આશ્રય આપ્યો, આતંકવાદીઓ વધ્યા. અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની આકાંક્ષાઓ પૂર્ણ કરીશું. ત્યાંની લોકોની અપેક્ષાઓ પૂરી કરવી એ અમારી જવાબદારી છે. 70 વર્ષ જૂની સિસ્ટમે પરિવારવાદને પ્રોત્સાહન આપ્યુ.

કલમ 370, A 35 એ અમે ન તો સમસ્યાઓ ટાળીએ છીએ, ન તો તેને પાળીએ છીએ. જે કામ છેલ્લા 70 વર્ષોમાં ન થયું, નવી સરકારની રચનાનાં 70 દિવસની અંદર, આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. દરેક લોકો ઇચ્છતા પણ કોઈ આગળ આવવા તૈયાર નહોતું. દેશવાસીઓએ મને આ કામ આપ્યું અને અમે તે કર્યું: પીએમ મોદી

કોઈ નેતા નહીં પરંતુ જનતાએ આ વખતની ચૂંટણી લડી હતી. મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાકથી ડરી ગઈ હતી. ત્રિપલ તલાકનો ભય તેમને જીવવા દેતો નહોતો. અમારી સરકારે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો.

આઝાદી પછી પણ દેશમાં ફાળો આપનારા બધાને વંદન. 5 વર્ષ તમે મને સેવા કરવાની તક આપી, અમે રોજની જરૂરિયાત, સમસ્યાઓનું ધ્યાન રાખવા માટે પાંચ વર્ષ સતત પ્રયાસ કર્યો, અમે ગાડીને ટ્રેક પર લાવ્યા છીએ.

પીએમ મોદીએ લાલ કિલ્લાથી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

પીએમ મોદીનાં સંબોધનમાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રમાં આવ્યુ. પીએમ મોદીએ તેમની સરકારનાં બીજા કાર્યકાળમાં આ પહેલું સંબોધન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે તેમની સરકારની ભાવિ નીતિઓ અને દિશા વિશે વાત કરી રહ્યા છે. પીએમ મોદી ત્રિપલ તલાક વિશે પણ બોલ્યા અને મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવામાં સરકારનાં નિર્ણયનાં પણ વખાણ કર્યા. આપને જણાવી દઇએ કે, સરકારે તાજેતરમાં જ સંસદમાંથી આ બિલ પસાર કર્યું હતુ.

આઝાદીની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લાલ કિલ્લા અને તેની આસપાસનાં અનેક વિસ્તારોમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ એનએસજી, સ્નાઈપર્સ, સ્વાટ કમાન્ડો અને પતંગ કેચરો તૈનાત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હી મેટ્રો હંમેશની જેમ નિયમિત ચાલશે, પરંતુ કેટલાક મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

https://www.facebook.com/mantavyanews/videos/2326454317571444/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.