મુંબઈ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની એન્ટિલિયા બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. નિગમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવમાં માળ પર આગ લાગી ગઈ હતી. દક્ષિણ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પરની આ ઈમારતના ટેરેસ પર આગ લાગી હોવાનું જણાવાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયરનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને આગ પર ગણતરીની મીનીટોમાં જ કાબૂ મેળવી લેવાયો હતો. જેના કારણે સંપત્તિને વધુ નુકસાન નથી થયું.
વૃહદ મુંબઈ નગર નિગમના કટોકટી વ્યવસ્થાપન એકમના મુખ્ય અધિકારી મહેશ નારવેકરે કહ્યું કે, અમને રાતે ૯ વાગ્યાને ચાર મિનીટ પર એક ફોન આવ્યું અને અગ્નિશામક કર્મચારીઓ અલ્ટમોન્ટ રોડ પર ૯ વાગ્યાને ૧૩ મિનીટ પર પહોચી ગયા છે. તેમણે કહ્યું કે, નવમાં માળ પર 4 જી એન્ટીના સુધી જ આગ લાગી હતી
