Not Set/ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં 24 ગણો વધારો

દિવાળીની રાતે ફોડવામાં આવેલા ફટાકડાએ શુક્રવારે સવારથી જ અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે.દિવાળીની આતશબાજીના કારણે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં 24 ગણો વધારો થયો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ કમિટી દ્વારા શુક્રવાર સવારે 6 કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ફટાકડા પર પ્રતિબંધના કારણે પ્રદૂષણનું સ્તર ગત દિવાળીની તુલનામાં કંઇક ઓછું થયું છે.જો દિલ્હીના અનેક વિસ્તારોની વાત […]

Top Stories

દિવાળીની રાતે ફોડવામાં આવેલા ફટાકડાએ શુક્રવારે સવારથી જ અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે.દિવાળીની આતશબાજીના કારણે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં 24 ગણો વધારો થયો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ કમિટી દ્વારા શુક્રવાર સવારે 6 કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ફટાકડા પર પ્રતિબંધના કારણે પ્રદૂષણનું સ્તર ગત દિવાળીની તુલનામાં કંઇક ઓછું થયું છે.જો દિલ્હીના અનેક વિસ્તારોની વાત કરીએ તો આનંદ વિહારમાં જ્યાં પ્રદૂષણ સામાન્યથી 24 ગણું વધી ગયું.તો ઇન્ડિયા ગેટની આજુબાજુના વિસ્તારમાં પોલ્યુશનનું સ્તર 15 ગણું વધી ગયું. દિલ્હીના શાદીપુરમાં પોલ્યુશન ખતરનાક સ્તર પર પહોંચી ગયું. અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ 420 પર પહોંચી ગયો. દિલ્હીના વિજય ચૌક પર પોલ્યુશનના લીધે શુક્રવારના રોજ એકદમ અંધારૂ જોવા મળ્યું. આવી જ સ્થિતિ બીજા વિસ્તારોની પણ હતી.