Not Set/ #દિલ્હી/ કોરોના વાયરસ સામે ફ્રન્ટ લાઈન પર રહીને લડી રહેલા મહિલા ડૉક્ટર્સ સાથે ગેરવર્તન

કોરોના વાયરસ સામે સીધી લડત લડતા ડૉક્ટર્સ, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તણૂકનાં કેટલાક કિસ્સા નોંધાયા છે. બુધવારે રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં કામ કરતી બે મહિલા ડૉક્ટર્સ સાથે ગેરવર્તન થયાનાં સમાચાર સામે આવ્યા છે. મહિલા ડૉક્ટર્સ પર કોરોના ચેપ ફેલાવવાનો આરોપ લગાવતા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર […]

India

કોરોના વાયરસ સામે સીધી લડત લડતા ડૉક્ટર્સ, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તણૂકનાં કેટલાક કિસ્સા નોંધાયા છે. બુધવારે રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં કામ કરતી બે મહિલા ડૉક્ટર્સ સાથે ગેરવર્તન થયાનાં સમાચાર સામે આવ્યા છે. મહિલા ડૉક્ટર્સ પર કોરોના ચેપ ફેલાવવાનો આરોપ લગાવતા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનું નિવેદન આવ્યું છે.

ગૌતમ નગરમાં મહિલા ડૉક્ટર્સ સાથે ગેરવર્તનનાં સમાચાર પર સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, જે લોકો ડૉક્ટર્સ, પેરામેડિક અને હેલ્થકેર કામદારો સાથે ભેદભાવ રાખે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વળી, સત્યેન્દ્ર જૈને રાજધાનીમાં કોરોના ટેસ્ટ વિશે કહ્યું કે કીટ આવશે એટલે ઝડપી ટેસ્ટ શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં કોરોના વાયરસનાં 669 કેસ છે, જેમાંથી 426 કેસ નિઝામુદ્દીન મરકઝને લગતા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, જ્યારે બંને મહિલા ડૉક્ટર્સ ખોરાક લેવા માટે બહાર આવી ત્યારે એક વ્યક્તિએ તેમને ઘેરી લઇને તેમના પર કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ શખ્સે સામાજિક અંતરનાં નામે મહિલા ડૉક્ટર્સ સાથે ગેરવર્તણૂક કરી અને તેમને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. આ ઘટના બાદ મહિલા ડૉક્ટર્સે સમગ્ર વાત તેમના સિનિયર ડૉક્ટરને જણાવી હતી. સફદરજંગ હોસ્પિટલનાં ડૉક્ટર્સ રેસિડેન્ટ એસોસિએશનનાં પ્રમુખ ડૉ.મનીષે પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે બંને મહિલા ડૉક્ટર્સ તેમના ઘરની પાસે બજારમાં કેટલીક ખાદ્ય ચીજો લેવા ગઈ હતી અને આ દરમિયાન તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પાડોશીએ તેમને કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો.

બંને ડૉક્ટર્સે તેમના સિનિયરની સલાહ પર પોલીસ ફરિયાદ નોંધાવી, જે પછી 44 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીમાં આ પહેલા પણ ડૉક્ટર્સ અને હેલ્થકેર વર્કરો સાથે ગેરવર્તનનાં કિસ્સા બન્યા છે. ઘણી જગ્યાએ મકાનમાલિકોએ તબીબી કર્મચારીઓને ભાડા પર મકાન ખાલી કરાવવા દબાણ કર્યું હતું અને તેઓ શંકાની નજરે જોતા હતા. આ મામલો સામે આવ્યા બાદ સરકારે આવા મકાનમાલિકો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.