Not Set/ દિલ્હી – NCRમાં 2.7 તીવ્રતાનો આવ્યો ભૂકંપ, 24 કલાકમાં બીજીવાર અનુભવાયા આંચકા

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી પણ બાકાત રહ્યું નથી. દિલ્હીમાં પણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, પરંતુ આ વચ્ચે રાજધાની દિલ્હી અને NCRના માથા પર હવે ભૂકંપનો ખતરો વધી ગયો છે. રાજધાની દિલ્હી અને NCRમાં છેલ્લા 24 કલાકમાં બીજીવાર ભૂકંપ આવ્યો છે. સોમવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ […]

India

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી પણ બાકાત રહ્યું નથી. દિલ્હીમાં પણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, પરંતુ આ વચ્ચે રાજધાની દિલ્હી અને NCRના માથા પર હવે ભૂકંપનો ખતરો વધી ગયો છે.

રાજધાની દિલ્હી અને NCRમાં છેલ્લા 24 કલાકમાં બીજીવાર ભૂકંપ આવ્યો છે. સોમવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી છે.. આ પહેલા રવિવારે પણ રાજધાની અને NCRમાં ભૂંકપ આવ્યો હતો, જેની તીવ્રતા 3.5 મપાય હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે ભૂંકપના ઝટકા આવ્યા હતા અને ભૂકંપનું કેન્દ્ર દિલ્હીમાં જ હતું. જો કે સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનમાલને નુકશાન થયું નથી, પરંતુ સતત બીજા દિવસે આવેલા ભૂકંપથી લોકો સતત ચિંતિત છે.

આ પહેલા રવિવારે દિલ્હી- NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.આ ભૂકંપ સાંજે 5 વાગ્યે અને 45 મિનીટ પર આવ્યો હતો. આ ભૂકંપ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ભૂકંપના ઝટકા વધુ તેજ હતા અને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા,પરંતુ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.5 મપાય હતી.

આપણને જણાવી દઈએ કે, ભૂકંપના હિસાબથી રાજધાની દિલ્હીને હંમેશાની માટે ખુબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.