Not Set/ દુર્ઘટના/ વીજળી પડવાથી 2 યુવા ક્રિકેટર્સના મોત, જાણો કયા ક્રિકેટરના થયા મોત…?

  ક્રિકેટના શોખીનો માટે આઘાત જનક સમાચાર સામે આવી રહ્યા છે. બે આશાસ્પદ ક્રિકેત્રનું વીજળી પડતાં મોત થયું છે. બે યુવા ક્રિકેટરોના આ દર્દનાક મૃત્યુના કારણે આખું રમત જગત આઘાતમાં છે. આ ઘટના બાંગ્લાદેશથી સામે આવી રહી છે. જ્યાં વરસાદી ઋતુમાં વીજળી પડી અને સ્ટેડિયમમાં રમત રમતા બે ખેલાડીએ જીવ ગુમાવ્યા છે. અહીંના ગાઝીપુર સ્ટેડિયમ […]

Uncategorized
7347d656d7c6f83cc86366568bd20051 દુર્ઘટના/ વીજળી પડવાથી 2 યુવા ક્રિકેટર્સના મોત, જાણો કયા ક્રિકેટરના થયા મોત...?
 

ક્રિકેટના શોખીનો માટે આઘાત જનક સમાચાર સામે આવી રહ્યા છે. બે આશાસ્પદ ક્રિકેત્રનું વીજળી પડતાં મોત થયું છે. બે યુવા ક્રિકેટરોના આ દર્દનાક મૃત્યુના કારણે આખું રમત જગત આઘાતમાં છે.

આ ઘટના બાંગ્લાદેશથી સામે આવી રહી છે. જ્યાં વરસાદી ઋતુમાં વીજળી પડી અને સ્ટેડિયમમાં રમત રમતા બે ખેલાડીએ જીવ ગુમાવ્યા છે. અહીંના ગાઝીપુર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી જે વરસાદના કારણે બંધ કરવામાં આવી. તે દરમિયાન ક્રિકેટર મોહમ્મદ નદીમ, મિઝાનપુર અને અન્ય એક ખેલાડીએ વરસાદમાં સ્ટેડિયમમાં ફૂટબોલ રમવા લાગ્યા. તે જ સમયે જોરદાર વીજળી પડી અને  ત્રણ ખેલાડી જમીન પર પડી ગયા. ઘટના બાદ બાકીના ખેલાડીઓ દોડી આવ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બે ખેલાડીને મૃત જાહેર કરવામાં આવ્યા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.