Not Set/ દેવીપુજક સમાજ આંદોલનના રસ્તે, જોઇએ છે આદિવાસી તરીકેનો દરજ્જો

વિરમગામઃ  દેવીપુજક સમાજ અને વિચરતી વિમુક્ત જ્ઞાતિનો અનુસૂચિત જનજાતિમાં સમાવે શકવા વિરાટ દેવીપુજક સંઘ દ્વારા માંગ કરવમાં આવી છે. રાજ્યમા આગામી વર્ષે વિધાનસભાની ચૂટંણી યોજાવાની છે ત્યારે વિવિધ જ્ઞાતિઓ દ્વારા પોતાના સમાજના વિકાસ માટે વિવિધ પ્રકારની સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. જેમા દેવિપુજક સમાજ અને વિચરતી વિમુક્ત જ્ઞાતિ દ્વારા પણ પોતાને આદિવાસી તરીકેનો […]

Uncategorized
devilala દેવીપુજક સમાજ આંદોલનના રસ્તે, જોઇએ છે આદિવાસી તરીકેનો દરજ્જો

વિરમગામઃ  દેવીપુજક સમાજ અને વિચરતી વિમુક્ત જ્ઞાતિનો અનુસૂચિત જનજાતિમાં સમાવે શકવા વિરાટ દેવીપુજક સંઘ દ્વારા માંગ કરવમાં આવી છે. રાજ્યમા આગામી વર્ષે વિધાનસભાની ચૂટંણી યોજાવાની છે ત્યારે વિવિધ જ્ઞાતિઓ દ્વારા પોતાના સમાજના વિકાસ માટે વિવિધ પ્રકારની સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. જેમા દેવિપુજક સમાજ અને વિચરતી વિમુક્ત જ્ઞાતિ દ્વારા પણ પોતાને આદિવાસી તરીકેનો દરજ્જો આપીને તે મુજબના લાભા આપવાની માંગ કરવામાં આવી હતી.

અનુસૂચિ જાતિમં જેવી રીતે એટ્રોસિટીનો કાયદો છે તેવો જ એટ્રોસિટી જેવો કાયદો દેવીપુજક અને વિચરતી વિમુક્ત જ્ઞાતિ માટે પણ બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ દેવપુજક સમાજનો સર્વે કરીને આવાસો આપવા તેમજ બીપીએલ રેશનકાર્ડ કાઢી આપવા સહિતની વિવિધ માંગણી કરવામાં આવી છે.

વિરમગામ વિરાટ દેવીપૂજક સંઘ સમાજના આશરે 300 થી વઘુ લોકોએ સભા તેમજ સુત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરમગામ નાયબ કલેકટર, મામલતદાર તેમજ વિરમગામ ઘારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું.