Not Set/ અનલોક-2ની ગાઈડલાઈન જાહેર,  રાત્રી કર્ફયુ યથાવત, 31 જુલાઈ સુધી લાગુ

કેન્દ્ર સરકારે કોરોના વાયરસને કારણે દેશમાં અપાતા નિયંત્રણોમાં રાહતની શ્રેણીમાં બીજા તબક્કાના ‘અનલોક-2‘ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા 31 જુલાઈ સુધી લાગુ રહેશે. નાઈટ કર્ફ્યુ અનલોક -2 માં યથાવત રહેશે, તેનો સમયગાળો રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. કન્ટિમેન્ટ ઝોનમાં લોકડાઉન પ્રતિબંધો 31 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન ફક્ત […]

Uncategorized
403ede0b12285f07205f6d6dc45180ee અનલોક-2ની ગાઈડલાઈન જાહેર,  રાત્રી કર્ફયુ યથાવત, 31 જુલાઈ સુધી લાગુ
403ede0b12285f07205f6d6dc45180ee અનલોક-2ની ગાઈડલાઈન જાહેર,  રાત્રી કર્ફયુ યથાવત, 31 જુલાઈ સુધી લાગુ

કેન્દ્ર સરકારે કોરોના વાયરસને કારણે દેશમાં અપાતા નિયંત્રણોમાં રાહતની શ્રેણીમાં બીજા તબક્કાના અનલોક-2માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા 31 જુલાઈ સુધી લાગુ રહેશે. નાઈટ કર્ફ્યુ અનલોક -2 માં યથાવત રહેશે, તેનો સમયગાળો રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે.

કન્ટિમેન્ટ ઝોનમાં લોકડાઉન પ્રતિબંધો 31 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. નાઇટ કર્ફ્યુમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. રાત્રે 10 થી 5 સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.

3d78932f94546c4d5e0884262856b7c3 અનલોક-2ની ગાઈડલાઈન જાહેર,  રાત્રી કર્ફયુ યથાવત, 31 જુલાઈ સુધી લાગુ

07c2609dab759916b53f50a82aa24f6c અનલોક-2ની ગાઈડલાઈન જાહેર,  રાત્રી કર્ફયુ યથાવત, 31 જુલાઈ સુધી લાગુ

શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી સેવાઓ, મેટ્રો રેલ, સિનેમા, જીમ, સ્વિમિંગ પુલ અને ક્રાઉડ ફંડિંગ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ ફરજિયાત રહેશે.

ત્યાં તમામ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે જે ભીડ એકઠા કરે છે. જાહેર સ્થળોએ, કામના સ્થળોએ અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનની બહાર સ્થિત કેન્દ્ર અને રાજ્ય સરકારની તાલીમ સંસ્થાઓને 15 જુલાઈથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. કર્મચારી અને તાલીમ વિભાગ આ માટે માનક માર્ગદર્શિકા જારી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.