Not Set/ ઋષભ પંતના ‘મેચ ફિક્સિંગ’ વીડિયો પર BCCI નો ખુલાસો, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય?

નવી દિલ્હી, ઇન્ડિયન પ્રીમિયર લીગ અને વિવાદ એકમેકના પર્યાય હોય તેવું કહેવું ખોટું નથી. આ વખતની જ આઇપીએલની વાત કરીએ તો અત્યારસુધી રમાયેલી કુલ 12 મેચમાં અશ્વિનના માકંડિગથી લઇને મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્વ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મેચમાં નો બોલ ના આપવા સુધી અનેક વિવાદો સામે આવી રહ્યા છે. આવો જ એક વધુ વિવાદ થયો છે. જેમાં […]

Uncategorized
Rishabh Pant ઋષભ પંતના ‘મેચ ફિક્સિંગ’ વીડિયો પર BCCI નો ખુલાસો, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય?

નવી દિલ્હી,

ઇન્ડિયન પ્રીમિયર લીગ અને વિવાદ એકમેકના પર્યાય હોય તેવું કહેવું ખોટું નથી. આ વખતની જ આઇપીએલની વાત કરીએ તો અત્યારસુધી રમાયેલી કુલ 12 મેચમાં અશ્વિનના માકંડિગથી લઇને મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્વ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મેચમાં નો બોલ ના આપવા સુધી અનેક વિવાદો સામે આવી રહ્યા છે. આવો જ એક વધુ વિવાદ થયો છે. જેમાં રવિવારે દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર ઋષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેને કારણે આઇપીએલના આ ફોર્મેટની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે. શું દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલો આ મેચ ફિક્સ હતો? સંદિપ લિમછાનેના બોલ પહેલા ઋષભ પંતને આ બોલ પર ફોર જશે તે કઇ રીતે ખબર હતી? આ દરેક સવાલોનો ખુદ BCCI એ જવાબ આપ્યો છે.

આ તો આમ પણ ફોર જ છે

આઇપીએલ-12માં પ્રથમ વખત મેચનો નિર્ણય સુપર ઓવરથી કરવામાં આવ્યો. શનિવારની રાત્રે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી વિરુદ્વ કોલકાતાના મેચના એક મિનિટથી પણ ઓછા સમયના એક વીડિયોમાં ઋષભ પંતને બોલ નાંખતા પહેલા જ આ તો આમ પણ ફોર જ છે તેવું બોલતા હતા તેવું સાંભળવા મળ્યું. આ વીડિયો વાયરલ થયા બાદ આઇપીએલની વિશ્વનીયતા પણ સવાલો ઉઠ્યા હતા જો કે ત્યારબાદ BCCI એ ઘટનાની ગંભીરતાને પારખીને તપાસ બાદ આ અંગે ખુલાસો કર્યો છે.

શું છે વાયરલ વીડિયોનું સત્ય? BCCI નો ખુલાસો

પીટીઆઇ સાથેની વાતચીતમાં BCCI ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને ખોટી રીતે બનાવવામાં આવ્યો છે. મેચની ચોથી ઓવરમાં રોબિન ઉથપ્પા સ્ટ્રાઇક પર ગાર્ડ લઇ રહ્યા હતા. સંદીપ લમિછાને બોલિંગ માટે તૈયાર થઇ રહ્યા હતા. વીડિયોમાં પંતને સ્પષ્ટ રીતે આ બોલમાં ફોર જશે તેવું કહેતા હોય એવું સાંભળવામાં આવ્યું છે. વિકેટ પાછળ વારંવાર કમેન્ટ કરતા હોવાની ઓળખ ધરાવનાર પંતની આ વાયરલ વીડિયો વિશે ખુલાસો કરતા BCCI એ કહ્યું કે આ વાક્ય બોલતા પહેલા પંતે શું કહ્યું તે અંગે કોઇને ખબર નથી. તેઓ પોતાના કેપ્ટન શ્રેયસ અય્યરને ઓફ સાઇડમાં વધુ ફિલ્ડરને રાખવા માટે કહી રહ્યા હતા જેથી ફોર ના જાય અને આ સંભાવનાને પૂરી કરી શકાય. જો કે આમ ના થવા પર આગલા બોલમાં ફોર લાગી અને પંતની પૂર્વ નિર્ધારિત ભવિષ્યવાણી સાચી પડી ગઇ અને વીડિયો તુરંત જ વાયરલ થઇ ગયો.