National/ દેશભરમાં આજે શહીદ દિનની ઉજવણી, તો શહીદ દિનની પૂર્વ સંધ્યાએ જ દિલ્હીમાં થયેલાં બ્લાસ્ટને લઈને આજે દેશભરમાં એલર્ટ જાહેર | સિંઘુ બોર્ડર પર સતત બીજા દિવસે થયેલી અથડામણમાં પોલીસે 44 લોકોની ધરપકડ કરી, સિંઘુ બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધારો । અણ્ણા હઝારેએ ફરી એકવાર પીછેહઠ કરી, આ વખતે પણ તેમણે કૃષિ કાયદા સામે અનશનનું એલાન કર્યાં બાદ અનશન કરવાનો ઈનકાર કર્યો । ઈઝરાયેલી દૂતાવાસ બહાર થયેલાં બ્લાસ્ટ બાદ અમિત શાહે બંગાળ પ્રવાસ રદ્દ કરીને મોડી રાત સુધી બેઠકો કરી,જેમાં સમગ્ર દેશની સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવી | દેશમાં રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં 29 લાખ લોકોને રસી આપવામાં આવી, છેલ્લો આંકડો 29.28 લાખ સુધી પહોંચ્યો | કેન્દ્ર સરકારે રાજ્યોને જાણ કરી છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી હવે ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવશે, આ માટેની તૈયારીઓ ચાલુ | દેશમાં ત્રીજી રસીને મંજૂરી મળવાની શક્યતા, સ્પુતનિક-વીને માર્ચમાં ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી મળી શકે

Breaking News