Not Set/ ધોનીની પાંચ વર્ષીય દીકરી ઝીવાને મળી દુષ્કર્મની ધમકી, જાણો કેમ..?

  ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીવાને ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીના ઇન્સ્ટાગ્રામ પર બળાત્કારની ધમકી મળી છે. આટલું જ નહીં, લોકો સોશિયલ મીડિયા પર જીવાને પણ ગાંડી ગાળો પણ આપી રહ્યાં છે. સમાચારો અનુસાર કોલકાતા નાઈટ રાઇડર્સ […]

Uncategorized
4bbf108563d11e88e0406d60a1299967 ધોનીની પાંચ વર્ષીય દીકરી ઝીવાને મળી દુષ્કર્મની ધમકી, જાણો કેમ..?
 

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીવાને ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીના ઇન્સ્ટાગ્રામ પર બળાત્કારની ધમકી મળી છે. આટલું જ નહીં, લોકો સોશિયલ મીડિયા પર જીવાને પણ ગાંડી ગાળો પણ આપી રહ્યાં છે.

સમાચારો અનુસાર કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ ના હતું.  આને કારણે લોકો તેમની પુત્રી જીવાને બળાત્કારની ધમકી આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આઈપીએલની 13 મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં છ મેચ રમી છે, જેમાંથી તે ફક્ત 2 મેચમાં જીત મેળવી છે. જયારે 4 મેચમાં કર્મી હારનો સામનો કરવો પડ્યો છે.

નોધનીય છે કે આ અંગે ફિલ્મ અભનેત્રી નગ્મા એ પણ સવાલ ઉઠાવ્યા છે. તેણીની એ ટવીટ દ્વારા વડાપ્રધાન મોદીને પૂછ્યું  છે કે આપણા દેશમાં શું થઇ રહ્યું છે…? 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.