Not Set/ નજીવી બાબતે તકરાર થતા વડોદરામાં પતિએ કરી પત્ની અને પુત્રીની હત્યા

વડોદરામાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં પતિએ પત્ની અને પુત્રીની છાતીમાં ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઇ છે. આ બનાવમાં માતા અને બહેનને બચાવવાનો પ્રયાસ કરનાર ભાઇ-બહેનને પણ ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પત્ની અને […]

Uncategorized
Crime Banner નજીવી બાબતે તકરાર થતા વડોદરામાં પતિએ કરી પત્ની અને પુત્રીની હત્યા

વડોદરામાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં પતિએ પત્ની અને પુત્રીની છાતીમાં ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઇ છે. આ બનાવમાં માતા અને બહેનને બચાવવાનો પ્રયાસ કરનાર ભાઇ-બહેનને પણ ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પત્ની અને પુત્રીની હત્યા કરીને પતિ પોલીસ મથકમાં હાજર થઇ ગયો હતો. પત્નીની પિયરમાં જવાની જીદ અને પતિ-પત્ની વચ્ચે અવારનવાર થતાં ઝગડા બેવડી હત્યા પાછળ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળીની રજાઓ હોવાથી પત્ની દક્ષાબહેને પિયરમાં જવા માટે પતિ પાસે મંજૂરી માંગી હતી. પરંતુ પતિએ પિયરમાં જવાની મંજૂરી ના આપતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. છેલ્લા બે દિવસથી દંપતિ વચ્ચે ચાલી રહેલા ઝઘડાનો કરૂણ અંત આવ્યો હતો.