Not Set/ નલિયા દુષ્કર્મ મામલે અલ્પેશ ઠાકોરનું નિવેદન, નલિયા દુષ્કર્મકાંડ રાજકીય સડયંત્ર

અમદાવાદઃ રાજ્યમાં ચકચારી જગાવનાર નલીય દુષ્કર્મકાંડમાં SC,ST  અને OBC એક્તા મંચ નેતા અલ્પેશ ઠાકોરે બીજેપી પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે બીજેપીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, બીજેપી મહિલાની સુરક્ષાની વાત કરે છે, પરંતું હકીકતમાં બીજી તરફ તેમના બીજેપીના કાર્યકર્તા અને મોટા માથા સાથે મળીને મહિલાઓનું શોષણ કરીને દૂષ્કર્મ ગુજારમાં આવે છે. નલિયા દુષ્કર્મકાંડને […]

Uncategorized
obc leader lead નલિયા દુષ્કર્મ મામલે અલ્પેશ ઠાકોરનું નિવેદન, નલિયા દુષ્કર્મકાંડ રાજકીય સડયંત્ર

અમદાવાદઃ રાજ્યમાં ચકચારી જગાવનાર નલીય દુષ્કર્મકાંડમાં SC,ST  અને OBC એક્તા મંચ નેતા અલ્પેશ ઠાકોરે બીજેપી પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે બીજેપીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, બીજેપી મહિલાની સુરક્ષાની વાત કરે છે, પરંતું હકીકતમાં બીજી તરફ તેમના બીજેપીના કાર્યકર્તા અને મોટા માથા સાથે મળીને મહિલાઓનું શોષણ કરીને દૂષ્કર્મ ગુજારમાં આવે છે. નલિયા દુષ્કર્મકાંડને મોટું રાજકીય સડયંત્ર ગણાવતા અલ્પેશ ઠાકોરે આરોપીઓને કડક દોષ થાય તેવી માંગ કરી હતી.

નલિયાકાંડમાં અલ્પેશ ઠાકોર ટુંક સમયમાં નલિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાની મુલાકાત કરશે. અલ્પેશ ઠાકોરે મહિલાઓ પર થયેલા દુષ્કર્મના આકંડાની જાહેરાત કરવા માટે સરકાર પાસે માંગ કરી હતી. અલ્પેશ ઠાકોર 5 દિવસમાં નિલાય જઇને પિડિતાની મુલાકાત કરશે.

નલિયા દુષ્કર્મ કાંડમાં બીજેપના ચાર કાર્યકર્તાનું નામ આવ્યું છે. જે મોટામાથા હોવાનું માલુંમ પડ્યું છે.  નલિયા દુષ્કર્મના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. બીજેપીએ ચાર કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

નલિયા દુષ્રકર્મ કાંડમાં મુખ્ય આરોપીમાના બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે કોર્ટે મંજુર રાખ્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.