Not Set/ નલિયા દુષ્કર્મ મામલોઃ રાજ્ય મહિલા આયોગની ટીમ નલિયા જવા રવાના, બે ટીમ કરશે તપાસ

ગાંધીનગરઃ નલિયા દુષ્કર્મ કાંડે બીજેપી સરકારની ઉંઘ હરામ કરી દીધી છે. આ મામલે રાજ્ય મહિલા આયોગે સુઓમોટો કેસ દાખલ કરીને કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મહિલા આયોગના જણાવ્યા અનુસાર તેમને આ મામલે કોઇ જ પ્રકારની ફરિયાદ મળેલ નથી. પણ તેમણે આ નલિયા બળાત્કાર કેશમાં સુઓમોટે કેસ કરીને કાર્યવાહી હાધ ધરી છે. આ મામલે રાજ્ય મહિલા […]

Uncategorized
rally2 1486699267 નલિયા દુષ્કર્મ મામલોઃ રાજ્ય મહિલા આયોગની ટીમ નલિયા જવા રવાના, બે ટીમ કરશે તપાસ

ગાંધીનગરઃ નલિયા દુષ્કર્મ કાંડે બીજેપી સરકારની ઉંઘ હરામ કરી દીધી છે. આ મામલે રાજ્ય મહિલા આયોગે સુઓમોટો કેસ દાખલ કરીને કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મહિલા આયોગના જણાવ્યા અનુસાર તેમને આ મામલે કોઇ જ પ્રકારની ફરિયાદ મળેલ નથી. પણ તેમણે આ નલિયા બળાત્કાર કેશમાં સુઓમોટે કેસ કરીને કાર્યવાહી હાધ ધરી છે.

આ મામલે રાજ્ય મહિલા આયોગની ટીમ વહેલી સવારે ગાંધીનગરથી નલિયા જવા માટે રવાના થઇ છે. આ ટીમમાં રાજ્ય મહિલા આયોગના ચેરમેન ખડોલીયા પણ નલિયા જવા રવાના થયા છે. આ નલિયા ભળાત્કાર કેસમાં બે સભ્યોની ટીમ સમગ્ર મામલાની તપાસ કરશે. આયોગ સમગ્ર તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સોપશે.

નલિયા સામૂહિક બાળાત્કારમાં ભાજપના મોટાભાગના નેતાઓ સહિત કુલ 65 રાજકીય અને  પૈસાદાર પાર્ટીના નામ પોલીસે ચોપડે નોધાયા છે. ભાજપે આ મામલે ચાર બીજેપીના નેતાઓ નામ સૌથી પહેલા સામે આવ્યા હતા. ત્યાર બાદ બીજેપીએ આ ચારેય નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ ઘટનાને પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. આ સમગ્ર ઘટના પર ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી રાખી રહ્યા છે.