Not Set/ નવી સ્ટડીએ વૈજ્ઞાનિકોનાં ઉડાવ્યા હોશ, માણસોનાં સ્પર્મમાં મળ્યો કોરોના વાયરસ, જાણો પૂરી વિગત

ચીનનાં વુહાનમાં શરૂ થયેલ કોરોના વાયરસ ચાર મહિનામાં જ 40 લાખ લોકોને પોતાની ઝપટમાં લઇ ચુક્યો છે. આ વાયરસને કારણે વિશ્વનાં 2.70 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વાયરસ ક્યાંથી આવ્યો અને કયા માધ્યમથી તે ફેલાયો તેનો કોઈ ચોક્કસ પુરાવો નથી. આ વાયરસ વૈજ્ઞાનિકો માટે સંપૂર્ણપણે નવો છે, આજ કારણે આ સંશોધન તમામ દેશોમાં […]

World

ચીનનાં વુહાનમાં શરૂ થયેલ કોરોના વાયરસ ચાર મહિનામાં જ 40 લાખ લોકોને પોતાની ઝપટમાં લઇ ચુક્યો છે. આ વાયરસને કારણે વિશ્વનાં 2.70 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વાયરસ ક્યાંથી આવ્યો અને કયા માધ્યમથી તે ફેલાયો તેનો કોઈ ચોક્કસ પુરાવો નથી. આ વાયરસ વૈજ્ઞાનિકો માટે સંપૂર્ણપણે નવો છે, આજ કારણે આ સંશોધન તમામ દેશોમાં ચાલી રહ્યું છે અને દરરોજ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. હવે ચીની સંશોધનકારોએ માનવ સ્પર્મમાં કોરોના વાયરસ હોવાનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં સેક્સ માણવાથી પણ આ વાયરસ ફેલાય છે.

અહેવાલ મુજબ, શાંગચિઉ મ્યુનિસિપલ હોસ્પિટલની ટીમે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 38 દર્દીઓની સારવાર કરી હતી. આ સમય દરમિયાન, 6 લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. આમાં ચાર લોકો ખૂબ બીમાર હતા, જ્યારે બે સ્વસ્થ હતા. આ સંશોધન હવે જામા નેટવર્ક ઓવનમાં પ્રકાશિત થયું છે. સંશોધનકારોનાં જણાવ્યા મુજબ, હજી સુધી તે જાણી શકાયું નથી કે વાયરસ વીર્યમાં કેટલા દિવસો સુધી રહે છે. સ્પર્મમાં કોરોના મળવાથી આશંકાઓ છે કે તે સેક્સ દ્વારા ફેલાઇ શકે છે, જોકે આના કોઈ પુરાવા નથી. વળી આ વાયરસ ખૂબ જ ઓછી સંખ્યાનાં દર્દીઓનાં સ્પર્મમાં જોવા મળ્યો છે. તે સંભવ છે કે ભવિષ્યમાં કોરોના જાતીય રોગોમાં પ્રવેશ કરે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે.

બ્રિટનની શેફીલ્ડ યુનિવર્સિટીનાં એન્ડ્રોલોજીનાં પ્રોફેસર એલન પૈસીનાં કહેવા પ્રમાણે, કોરોના પર ઘણું સંશોધન થવાનું બાકી છે. અધ્યયનમાં સ્પર્મમાં કોરોના હોવાના કોઈ પુરાવા નથી. ઉપરાંત, તે શુક્રાણુની અંદર કેટલો સમય સક્રિય રહેશે તે જાણી શકાયું નથી. અગાઉ ઇબોલા અને ઝીકા વાયરસ માનવ સ્પર્મમાં જોવા મળ્યા હતા. જે અભ્યાસ પ્રકાશિત થયો છે તે ખૂબ જ નાનો અભ્યાસ છે. જો તેના વધુ સારા પરિણામો જોઇએ, તો મોટી સંખ્યામાં લોકોએ ટેસ્ટ કરવું પડશે. સંશોધન પહેલાથી જ એવો દાવો કરવામાં આવ્યો છે કે, ACE2 અને TNPRSS2 એ બે પ્રોટીન છે જેનો કોરોના વાયરસ વ્યક્તિનાં શરીરનાં કોષોમાં પ્રવેશ કરવા માટે ઉપયોગમાં લે છે. આ પ્રોટીનનાં ઉચ્ચ ઘનતાવાળા બાહ્ય શરીરનાં ભાગો ખાસ કરીને કોરોના વાયરસ માટે સંવેદનશીલ હોય છે અને તેથી તે કોરોનાનો પ્રવેશદ્વાર બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.