અફઘાનિસ્તાન/ તાલિબાની ગે-લેસ્બિયન લોકોને શોધીને મારી નાખે છે, અને આપે છે આવી ભયંકર સજા

તાલિબાનના ન્યાયાધીશોએ કહ્યું કે દીવાલ નીચે કચડીને મારી નાખવામાં આવશે. તાલિબાનના એક ન્યાયાધીશે આવી સજાના એવા ખુલાસા કર્યા છે કે સાંભળીને દિલ ચોંકી જશે.

Top Stories World
સમલૈંગિકો

ઘણા તાલિબાન ન્યાયાધીશોએ ખુલાસો કર્યો છે કે હવે તેમના શાસન હેઠળ ઇસ્લામિક શરિયા કાયદો લાગુ થશે. સમલૈંગિકો ને ભયાનક મૃત્યુ આપવામાં આવશે. તાલિબાનના ન્યાયાધીશોએ કહ્યું કે દીવાલ નીચે કચડીને મારી નાખવામાં આવશે. તાલિબાનના એક ન્યાયાધીશે આવી સજાના એવા ખુલાસા કર્યા છે કે સાંભળીને દિલ ચોંકી જશે.

હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવી ગયું છે. ત્યારથી, દરેક દિવસ દરેક સમુદાયો માટે ચિંતા અને પડકારોયુક્ત બની ગયો છે. મહિલાઓ ભયમાં છે. સમલૈંગિકો (LGBTQ) સમુદાયના લોકો પણ ભયભીત છે. આ સમુદાયમાંથી આવતા મોટાભાગના લોકો માને છે કે જો તાલિબાનને તેમની લૈંગિકતા વિશે ખબર પડી જાય તો તેઓ તેમને મારી નાખશે.

જજ ગુલ રહીમે, જર્મન અખબાર બિલ્ડ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચોરીની સજા તરીકે ગુનેગારોના હાથ અને પગ કાપવામાં આવશે. જો સમલૈંગિક સંબંધો જોવા મળશે તો બંનેના પ્રાઈવેટ પાર્ટ બધાની સામે કાપી નાખવામાં આવશે.

સ્કાય ન્યૂઝના એક અહેવાલમાં, એક અફઘાન યુવાને કહ્યું, ‘જ્યારે હું કિશોર હતો ત્યારે મને સમજાયું કે હું ગે છું. મારે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. મારા નજીકના મિત્રોએ મને મારવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર મારા પિતાએ પણ મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો કારણ કે તેમને શંકા હતી કે મારા એક મિત્ર સાથે મને જોયા બાદ હું ગે છું.

તેમણે વધુમાં કહ્યું કે મને જીવનું જોખમ હતું. તેથી મેં એક મહિલા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ મારા જીવનનો સૌથી અઘરો નિર્ણય છે. આજે પણ હું મારી લાગણીઓ સાથે લડતો રહું છું. ક્યારેક હું રડું છું અને મારી જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. પણ જો મારે જીવંત રહેવું હોય તો મારે આ રીતે ગૂંગળામણભરી જિંદગી જ જીવવી પડશે.

જો તાલિબાનને ખબર પડે કે કોઈ વ્યક્તિ LGBTQ સમુદાયની છે, તો તેને મૃત્યુદંડ આપવામાં આવે છે. મેં તમામ પડોશી દેશોમાં શરણાર્થી બનવા માટે અરજી કરી છે. કોઈ પણ દેશ અફઘાનિસ્તાનના લોકોને વિઝા આપતો નથી. પરંતુ ભારતે ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી હતી.

 અન્ય એક ગે પુરુષે પિંક ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે તાલિબાન આપણને 1400 વર્ષ પાછળ લઈ જવા માંગે છે. તમે તેમની સાથે દલીલ કરી શકતા નથી. તેઓ 1400 વર્ષ પહેલાના યુગમાં રહેવા માગે છે જ્યારે મોહમ્મદ સાઉદી અરેબિયાના રણમાં રહેતા હતા. નાસ્તિકો અને LGBQT લોકોને તાલિબાન શાસન હેઠળ કોઈ સ્થાન નથી.

રાજસ્થાન / બાડમેરમાં મોટો અકસ્માત, IAF નું મિગ -21 બાઇસન પ્લેન ક્રેશ

પ્રેરણાદાયી પોલીસ / ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

ગુજરાત / ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત, 677 બિન હથિયારધારી ASI ને મળશે એડહોક પ્રમોશન

આતંકવાદી ગતિવિધિઓ / તાલિબાની ખતરાથી કેવી રીતે છુટકારો મેળવીશું, સીડીએસ બિપિન રાવતે કહ્યું, – પ્લાન તૈયાર છે